વેપાર

ઔદ્યોગિક મંત્રી ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિકોને શો મંત્ર આપ્યો ?

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ની મુલાકાતના બીજા દિવસે મંત્રી ગોયલે બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, રોબર્ટ ગોલ્ડસ્ટેઇન સહિતના અગ્રણી રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. સિસ્ટમ્સ ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ, અ નુપ પોપટ; ટિલમેન હોલ્ડિંગ્સના સીઈઓ, સંજીવ આહુજા; સી4વીના સીઈઓ શૈલેષ ઉપરેતી; અને જેનસ હેન્ડરસન ઇન્વેસ્ટર્સ, સીઇઓ, અલી ડિબજ સહિત મુખ્ય રોકાણકારો સાથે મુલાકાત કરી. બેઠકો દરમિયાન મંત્રી ગોયલે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે સહયોગ માટેની તકો પર ચર્ચા કરી હતી અને રોકાણકારોને ભારતમાં તેમના વાણિજ્યિક અને વેપારના પદચિહ્નો વધારવા આમંત્રણ આપ્યું હતું, જ્યારે વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને આગળ વધારવા માટે અગ્રણી બિઝનેસ નિષ્ણાતો પાસેથી સૂચનો અને વિચારો પણ મેળવ્યા હતા.

મંત્રીએ ન્યૂઝવીકના સીઇઓ દેવ પ્રાગદ નામના ભારતીય મૂળના યુવાન ઉદ્યોગસાહસિક સાથે પણ વાતચીત કરી હતી, જેઓ મીડિયાની દુનિયામાં ભારે પ્રભાવ પાડી રહ્યા છે અને સકારાત્મક પ્રદાન કરી રહ્યા છે.

આ પણ વાંચો : આગામી બે મહિનામાં છ લાખ કરોડ રૂપિયા આ કામમાં ઉડાવશે ભારતીયો

યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઇએસપીએફ)ના સભ્યો સાથે લંચ બેઠક યોજાઇ હતી, જેમાં મંત્રીએ ઉચિત પ્રોત્સાહક યોજનાઓ મારફતે વેપાર-વાણિજ્ય કરવાની સરળતા, માળખાગત વિકાસ, આઇપીઆરમાં સુધારા અને ઉત્પાદન ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાની સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. રોકાણકારોએ નવી નીતિઓ વિશે આશાવાદ વ્યક્ત કર્યો હતો, જેનો ઉદ્દેશ નવીનતા, રોજગારીનું સર્જન અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો છે.

દિવસ દરમિયાન, બિનનફાકારક સંસ્થા ઇન્ડિયાસ્પોરા અને ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયા અને વોશિંગ્ટન ડી.સી.ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ) ચેપ્ટરના સભ્યોએ પણ મંત્રી સાથે રસપ્રદ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ભારતીય ડાયસ્પોરાની વૈશ્વિક તાકાત અને ભારતની વૃદ્ધિ અને વિકાસ માટે તે જે તકોને અનલોક કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ન્યૂયોર્કના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા (સીજીઆઈ) દ્વારા આ ક્ષેત્રનું વૈશ્વિક કેન્દ્ર, ન્યૂયોર્કમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના મુખ્ય બિઝનેસ લીડર્સ સાથે એક સમજદાર જોડાણનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીએ વૈશ્વિક બજારમાં મુખ્ય ખેલાડી તરીકે ભારતની શક્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને સહયોગ, રોકાણ અને નવીનતા વધારવાની સંભવિતતા પર ભાર મૂક્યો હતો, જે આ ક્ષેત્રમાં વૃદ્ધિને આગળ વધારી શકે છે. આ આદાનપ્રદાન બંને બજારો વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા, પારસ્પરિક લાભ અને વિકાસ માટે નવા માર્ગો ખોલવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button