મનોરંજન

43 વર્ષે અભિનેત્રી વનિતા વિજયકુમાર કરશે ચોથા લગ્ન, જાણો કેમ…?

લગ્ન લગ્ને કુંવારાની કહેવત છે, પરંતુ આ કહેવત કલાકારોની જાણે લાગુ પડતી નથી. સાઉથની જાણીતી અભિનેત્રી વનિતા વિજયકુમાર ફરી લગ્ન કરવા જઈ રહી છે. વનિતા પહેલા, બીજા નહીં, પરંતુ ચોથા લગ્ન કરવાના અહેવાલો છે. વનિતા તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહી છે અને તેના અંગે તેને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે.

વનિતાએ એની જાહેરાત ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કરી છે, જેમાં ખુલાસો કર્યો હતો કે કોરિયોગ્રાફર અને અભિનેતા રોબર્ટ રાજ સાથે તેના લગ્ન પાંચમી ઓક્ટોબરના શનિવારે કરશે, જ્યારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે એક તસવીરમાં એક બીચ પર રોબર્ટને પ્રપોઝ કરવા માટે એક ઘૂંટણિયે જોવા મળી હતી. બંનેએ એક સરખા વ્હાઈટ કલરના આઉટફીટમાં જોવા મળે છે.

રોબર્ટ રાજ પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. તે ‘બિગ બોસ તમિલ સીઝન ૬’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો, જ્યાં લોકોએ તેને ખૂબ પસંદ કર્યો હતો. વનિતા, પીઢ અભિનેતા વિજયકુમારની પુત્રી અને અરુણ વિજયની સાવકી બહેન છે. વર્ષ ૨૦૦૦ માં અભિનેતા આકાશ સાથે પ્રથમ લગ્ન કર્યા, જેની સાથે તેને બે બાળકો છે. આ લગ્ન ૨૦૦૫માં ખંડિત થયા હતા અને દંપતીએ લાંબી કાનૂની લડાઈ પછી તેમના બાળકોની કસ્ટડી વહેંચી હતી. જો કે તેનો પુત્ર આખરે તેના પિતા અને દાદા સાથે રહેવા લાગ્યો.

વનિતાએ ૨૦૦૭માં કર્યા હતા બીજા લગ્ન
વનિતાએ ૨૦૦૭માં બિઝનેસમેન આનંદ જય રાજન સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી પણ છે. કમનસીબે, આ લગ્ન પણ ૨૦૧૨માં છૂટાછેડામાં પરિણમ્યા હતા અને રાજનને તેમની પુત્રીની કસ્ટડી મળી. વનિતાએ પાછળથી દાવો કર્યો હતો કે પારિવારિક વિવાદોએ સંબંધો પર નકારાત્મક અસર કરી હતી.તેના બીજા છૂટાછેડા પછી, વનિતાએ રોબર્ટ રાજને ડેટ કરવાનું શરૂ કર્યું, જેની સાથે તેણે ફિલ્મ ‘એમજીઆર શિવાજી રજની કમલ’માં પણ કામ કર્યું. આખરે ૨૦૧૭માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

ત્રીજા લગ્ન પછી થયો વિવાદ
આ પછી વનિતાએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને ડિપ્રેશનમાં જતી રહી. તેણે આમાંથી બહાર આવવાની પણ ખુલીને વાત કરી છે. ત્યારબાદ વર્ષ ૨૦૨૦માં વનિતાએ ફોટોગ્રાફર પીટર પોલ સાથે લગ્ન કર્યા, જે તે સમયે તેની પ્રથમ પત્ની સાથે કાયદેસર રીતે લગ્નમાં બંધાયેલો હતો. આ લગ્ને વિવાદને જન્મ આપ્યો અને લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં અને સમાપ્ત થઈ ગયા. હવે અભિનેત્રી તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથેના સંબંધોમાં પાછી આવી છે અને તેણે લગ્ન કરવાની યોજના બનાવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત