(function () { const isHomepage = window.location.pathname === "/"; const isCategoryPage = window.location.pathname.includes("News"); if (isHomepage) { _taboola.push({ homepage: "auto" }); } else if (isCategoryPage) { _taboola.push({ category: "auto" }); } else { _taboola.push({ category: "auto" }); } !(function (e, f, u, i) { if (!document.getElementById(i)) { e.async = 1; e.src = u; e.id = i; f.parentNode.insertBefore(e, f); } })( document.createElement("script"), document.getElementsByTagName("script")[0], "//cdn.taboola.com/libtrc/thebombaysamachar/loader.js", "tb_loader_script" ); if (window.performance && typeof window.performance.mark === "function") { window.performance.mark("tbl_ic"); } })();
આમચી મુંબઈ

પ્રોપર્ટી ટેક્સ અઠવાડિયું ઓનલાઈન ભરી નહીં શકાય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ ધારકોને જો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય તો એકાદ -બે દિવસમાં ઓનલાઈન ભરી લેજો અન્યથા અઠવાડિયા સુધી તમારે ટેક્સ ભરવા માટે રાહ જોવી પડશે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કેપિટલ વેલ્યુ આધારિત ટેક્સેશન સિસ્ટમ સર્વર પરની માહિતી (ડેટા)ને કલાઉડ સર્વરમાં ટ્રાન્સફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેથી શુક્રવાર ચાર ઑક્ટોબર, ૨૦૨૪ના બપોરના ૧૨ વાગ્યાથી ગુરુવાર, ૧૦ ઑક્ટોબર, ૨૦૨૪ના બપોરના ૧૨.૦ વાગ્યા સુધી સાત દિવસ માટે આકારણી અને કર વસૂલી પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રહેશે.

સુધરાઈના મુખ્યાલય સહિત તમામ ૨૪ પ્રશાસકીય વોડમાં નાગરિક સુવિધા કેન્દ્રોમાં પણ ટેક્સ પેમેન્ટ, ઓનલાઈન ટેક્સ પેમેન્ટની સુવિધા બંધ રહેશે. તેમ જ મિલકત વેરા સંબધિત કોઈપણ માહિતી સુધરાઈની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે નહીં.

નાગરિકો પાસેથી સુધરાઈના ટેક્સ એન્ડ અસેસમેન્ટ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. ટેક્સ ભરવા માટે પાલિકા મુખ્યાલય સહિત તમામ ૨૪ વોર્ડમાં નાગરી સુવિધા કેન્દ્રમાં તે ભરી શકાય છે. નાગરિકો અહીં ચેક, રોકડ રકમ અને ડીડીથી પણ ટેક્સ ભરી શકે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button