આમચી મુંબઈમહારાષ્ટ્ર

વીર સાવરકર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ…

મુંબઈ: હિન્દુત્વવાદી વિચારક વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના સંસદ સભ્ય રાહુલ ગાંધી (Congress MP Rahul Gandhi) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા બદનક્ષી કેસમાં તેમની સામે દાખલ કરવામાં આવેલા બદનક્ષી કેસમાં મહારાષ્ટ્રના નાશિક જિલ્લાની એક અદાલતે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે.

આ પણ વાંચો :‘સાવરકરની તસવીર હટાવશો તો નેહરુની તસવીર પણ હટાવી દેવામાં આવશે’

નાશિકના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાલી પરિમલ કડુસકરે 27 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યું હતું. આ સમન્સમાં ‘દેશભક્ત વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલું નિવેદન પ્રથમ દૃષ્ટિએ બદનામી કરનારું લાગે છે’ એવું જણાવવામાં આવ્યું છે. કેસની આગામી તારીખે રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે અથવા તો તેમના કાનૂની પ્રતિનિધિ દ્વારા હાજર થવું પડશે..

એનજીઓના ડિરેક્ટર ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેમણે હિંગોલીમાં રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ અને નવેમ્બર 2022માં તેમણે કરેલા ભાષણની વિગતો ચકાસી હતી. આ બંને પ્રસંગોએ રાહુલ ગાંધીએ તેમની વાણી અને દ્રશ્ય રજૂઆત દ્વારા ઈરાદાપૂર્વક વીર સાવરકરની પ્રતિષ્ઠાને ખરડી સમાજમાં તેમની છબી બદનામ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ફરિયાદીના જણાવ્યા અનુસાર ગાંધીએ કહ્યું હતું કે ‘સાવરકર ભાજપ અને આરએસએસના જિન છે’. આ નિવેદન બદનામી કરનારું છે. રાહુલ ગાંધીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ‘સાવરકરે હાથ જોડી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી અને બાદમાં બ્રિટિશ સરકાર માટે કામ કરવાનું વચન આપ્યું હતું’, એમ પણ ફરિયાદીએ જણાવ્યું હતું. અદાલતે રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 (માનહાનિ) અને 504 (ઇરાદાપૂર્વક અપમાન) હેઠળના ગુનાઓ માટે સમન્સ જારી કર્યું હતું.

(પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત