આમચી મુંબઈ

દિવાળી માટે `આનંદા ચા શીધા’: મેંદો અને પૌઆનો પણ ઉમેરો

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના અધ્યક્ષપદ હેઠળ રાજ્યના પ્રધાન મંડળની બેઠક મુંબઈમાં પાર પડી જેમાં રાજ્યના નાગરિકોને દિવાળી નિમિત્તે 100 રૂપિયામાં આનંદ આપે એવું રાશન આપવામાં આવશે. આ વર્ષે સીધું સામાનમાં મેંદો અને પૌઆનો સમાવેશ કરવામાં આવશે. દિવાળી નિમિત્તે રેશનકાર્ડ ધારકોને 100 રૂપિયામાં આનંદનું રાશન આપવાનો નિર્ણય મંગળવારની બેઠકમાં લેવામાં આવ્યો હતો. અગાઉ દિવાળીના રાશનમાં રવો, ચણાની દાળ, સાકર અને ખાદ્ય તેલ એમ ચાર વસ્તુ રહેતી. આ વર્ષે બે વસ્તુ વધારે મળશે. રાશનમાં મેંદો અને પૌઆનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગરીબી રેખા હેઠળના એક કરોડ 66 લાખ 71 હજાર 480 રેશનકાર્ડ ધારકોને આ રાશન મળશે. 25 ઑક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન આ રાશનનું વિતરણ કરવામાં આવશે. એ માટે 530 કરોડ 19 લાખ રૂપિયાના ખર્ચને માન્યતા આપવામાં આવી છે.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button