નેશનલ

IND vs BAN 2nd Test: બાંગ્લાદેશની બીજી ઇનિંગ 146 રનમાં સમેટાઈ, ભારતને જીતવા માટે આટલા રનની જરૂર

કાનપુર: બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશની ટીમ (IND vs BAN) પ્રથમ સેશનમાં જ ઓલઆઉટ કરી દીધી. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ભારતીય ટીમને જીતવા માટે માત્ર 95 રન બનાવવાના છે.

ભારત તરફથી જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે બાંગ્લાદેશ તરફથી ઓપનર શાદમાન ઈસ્લામે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. મુશ્ફિકુર રહીમે 37 રનની ઇનિંગ રમી હતી.

કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચના પહેલા 4 દિવસમાં માત્ર 120 ઓવર રમાઈ હતી અને વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે 240 ઓવર વેડફાઈ ગઈ હતી. જ્યારે ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે બાંગ્લાદેશે તેના બીજા દાવમાં 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 26 રન બનાવી લીધા હતા.

સોમવારે ચોથા દિવસે પણ ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ચોથા દિવસે 85 ઓવરની રમતમાં 18 વિકેટ પડી હતી. જોકે 437 રન પણ બનાવ્યા હતા. ભારતે સૌથી ઝડપી 50, 100 અને 200 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 27000 ટેસ્ટ રન પૂરા કર્યા ત્યારે રવિન્દ્ર જાડેજાએ તેની 300મી વિકેટ લીધી હતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત