નેશનલ

સરકારી ગ્રાન્ટ ના ભરોસે ના રહો કારણ કે લાડકી બહેન યોજના પર….. ગડકરીએ કરી દીધી સ્પષ્ટતા

નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં વિદર્ભ આર્થિક વિકાસ પરિષદ દ્વારા આયોજીત ઉદ્યોગ સાહસિકો માટેના એડવાન્ટેજ વિદર્ભ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમા ગડકરીએ વિદર્ભના ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોને એક મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તમે સરકાર ગ્રાન્ટ, સબસિડી પર નિર્ભર ના રહો. કારણ કે કોઈપણ પક્ષની સરકાર હોય તે વિષકન્યા જેવી જ હોય છે અને તે તેના પર નિર્ભર હોય તેને જ નુકસાન પહોંચાડે છે. સબસિડી
ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે ઉદ્યોગોએ સરકારી સબસિડીના નાણા પર નિર્ભર ન રહેવું જોઈએ, કારણ કે મહારાષ્ટ્રમાં હાલમાં લાડકી બહેન યોજના પર ભારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને આ કારણે અન્ય કોઈ યોજના માટે કે ગ્રાન્ટ માટે નાણાંની કોઈ ગેરંટી નથી. વિદર્ભમાં મોટું મૂડી રોકાણ લાવવા માટે ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ તેમાં પણ અપેક્ષિત સફળતા મળી રહી નથી. આ અંગે પણ તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો.

ગડકરીએ વિદર્ભમાં રોકાણની સ્થિતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું હતું કે વિદર્ભમાં 500/1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે કોઈ તૈયાર નથી. ઘણા ઉદ્યોગસાહસિકોએ મોટા મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે જમીન તો ખરીદી છે, પરંતુ તેમણે તેમના એકમો શરૂ કર્યા નથી આ કારણે વિદર્ભમાં ઔદ્યોગિક વિકાસ અટકી પડ્યો છે.

ગડકરીએ ઉદ્યોગ સાહસિકોને સલાહ આપી હતી કે તેઓ તેમના વ્યવસાય શરૂ કરવા માટે સરકારી સબસિડી અથવા સહાય પર આધાર રાખવાને બદલે તેમને પોતાની જ મૂડી પર ધ્યાન કેન્દ્રિત કરે કારણ કે સરકારી નિયમો અને તેની સિસ્ટમ હંમેશા ઉદ્યોગ માટે સમસ્યા પેદા કરતી હોય છે. સરકારી નિયમ ગમે ત્યારે બદલાઈ જતા હોય છે અને સરકારી ગ્રાન્ટ મળે તેની પણ કોઈ ગેરંટી નથી હોતી. તેમણે જણાવ્યું હતું કે એમજી હેક્ટર કંપનીના માલિક સજ્જન જિંદાલ તેમની પાસે આવ્યા હતા ત્યારે તેમણે તેમને નાગપુરમાં કોઇ એકમ શરૂ કરવા જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા