ફડણવીસને પણ કોલ્ડપ્લેની ટિકિટ મળી?. શું કહ્યું જાણો નાયબ મુખ્ય પ્રધાને?
મુંબઈઃ વિશ્વ વિખ્યાત મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે જાન્યુઆરી ૨૦૨૫માં નવી મુંબઈના ડી. વાય. પાટીલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાનો કાર્યક્રમ રજૂ કરશે. આ કાર્યક્રમનું નામ છે “મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર ૨૦૨૫” આ ઈવેન્ટની ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ થયા બાદ થોડી જ મિનિટોમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. ચાહકોએ આ ઇવેન્ટની ટિકિટ માટે ૩ લાખ જેટલા ખર્ચ કર્યા હોવાનું કહેવાય છે. વીઆઈપી ટિકિટ માટે પાંચ લાખથી વધુ રકમ ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કોલ્ડપ્લેનો કાર્યક્રમ મહારાષ્ટ્રમાં યોજાઈ રહ્યો છે. પરંતુ આ ઈવેન્ટની ટિકિટ ન મળવાને કારણે કોલ્ડપ્લેના ચાહકો પરેશાન છે. એ વિશે તમે શું કહો છો? એવો પ્રશ્ન ફડણવીસને પૂછવામાં આવ્યો હતો. ફડણવીસે કહ્યું, “કોલ્ડપ્લે એક એવી ઈવેન્ટ છે કે જો ઈવેન્ટ એક જ સમયે પાંચ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાય તો પણ ટિકિટ ઓછી પડશે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન તરીકે મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મારી સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. કેટલાક લોકોનું માનવું છે કે હું મહારાષ્ટ્રનો ગૃહમંત્રી હોવાથી મને આ કાર્યક્રમની ટિકિટ મળી છે. મારી સમસ્યા એ જ છે કે લોકો એવું માને છે. પરંતુ, તમે આ પ્રશ્ન પૂછ્યો તે સારું કર્યું. હું એક રાષ્ટ્રીય સમાચાર ચેનલ પર લોકોને કહેવા માંગુ છું કે કોલ્ડપ્લેના શો સાથે મારે કોઈ લેવાદેવા નથી. મને આ ઇવેન્ટ માટે ટિકિટ મળી રહી નથી. તેથી કોલ્ડપ્લે ટિકિટ માટે કોઈ મારી પાછળ ન પડે”
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ ઇવેન્ટની ટિકિટો કાળા બજારમાં વેચાઈ છે. પોલીસે આ મામલે કેટલાક લોકો સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત ઓનલાઈન વેબસાઈટ જેમાંથી કોલ્ડપ્લેની ટિકિટ વેચાતી હતી, તે વેબસાઇટ પણ શંકાના દાયરામાં છે.
આ પણ વાંચો : ‘કોર્ટની ટિપ્પણીનો કોઈ અર્થ નથી’, અક્ષય શિંદે એન્કાઉન્ટર કેસ પર દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન
આ રીતે, આ ઇવેન્ટનું આયોજન, નવી મુંબઈમાં પરિવહન વ્યવસ્થા અહીંની સરકાર સામે પડકાર છે. કેટલાક લોકોનું માનવું છે કે સરકારના લોકોને આ કાર્યક્રમની ટિકિટ મળી હશે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આનો જવાબ આપ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યના ગૃહમંત્રી હોવાના કારણે મારી સામે ઘણા પડકારો છે. તેની સાથે કોલ્ડપ્લે ટિકિટોએ એક અલગ જ સમસ્યા ઊભી કરી છે. હું દરેકને જણાવવા માંગુ છું કે મને આ ઈવેન્ટ માટે ટિકિટ મળી નથી. તેથી કોઈ મારી પાસે કોલ્ડપ્લેની ટિકિટો માંગશો નહીં. દેવેન્દ્ર ફડણવીસે એક મીડિયાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ વખતે, ઇન્ટરવ્યુઅરે તેમને કોલ્ડપ્લે ટિકિટ વિશે પ્રશ્ન પૂછ્યા પછી, ફડણવીસે વિગતવાર જવાબ આપ્યો.