આમચી મુંબઈમહારાષ્ટ્ર

કોલ્ડપ્લેના કોન્સર્ટની ટીકિટનું બ્લેક માર્કેટિંગ:ઉદ્ધવ ઠાકરે જૂથની તપાસની માગણી…

મુંબઈ: કોલ્ડપ્લેની મુંબઈ ટુર ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ’ના કોન્સર્ટની ટિકીટના બ્લેક માર્કેટિંગ એટલે કે કાળાબજારીનો મુદ્દો સામે આવતા મોટો હોબાળો મચ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા આ મામલે તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો :Book My Showના CEO પર coldplayની ટિકિટોના કાળાબજારનો આરોપ, થઇ શકે છે ધરપકડ

ઉદ્ધવ જૂથના પ્રવક્તા આનંદ દુબેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આ વિશે તપાસની માગ કરતો પત્ર પણ લખ્યો છે. પત્રમાં દુબેએ જણાવ્યું હતું કે કોલ્ડપ્લેના કોન્સર્ટની ટીકિટનું લાઇવ વેચાણ ચાલી રહ્યું હતું તેની ગણતરીની મીનિટોમાં જ બધી ટીકિટો વેંચાઇ ગઇ હતી. ટીકિટિંગ પાર્ટનર ‘બુકમાયશૉ’એ ટીકિટો વેંચાઇ ગઇ હોવાની જાહેરાત કરી હોવા છતાં ગેરકાયદે ટીકિટોનું વેચાણ ચાલી રહ્યું હતું જેની કિંમત ઘણી જ ઊંચી રાખવામાં આવી હતી. પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે થોડી જ મીનિટોમાં ટીકિટો વેંચાઇ જતા કોલ્ડપ્લેના ચાહકો અને ખાસ કરીને યુવાનો ખૂબ નિરાશ થયા હતા. જ્યારે તેમને જાણ કે ટીકિટો ઘણી જ ઊંચી કિંમતે ગેરકાયદે વેંચાઇ રહી છે ત્યારે તેમની નિરાશા વધી ગઇ હતી.

ટીકિટની કાળાબજારીનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું જણાય છે, જેથી યુવા ચાહકો પાસેથી મોટી રકમ વસૂલી શકાય. આ કોન્સર્ટમાં જવા માટે ચાહકો માતા-પિતાની મહેનતની કમાઇ વેડફવા માટે પણ તૈયાર છે. આ ફક્ત નીતિની વિરુદ્ધનું કાર્ય નથી, પરંતુ મની લૉન્ડરિંગ, છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. તેથી આ મામલે તપાસ થવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં ચાહકો ટીકિટ ખરીદવા વેબસાઇટ પર ગયા હોવાથી બેથી ચાર સેકંડમાં વેબસાઇટ ક્રેશ થઇ ગઇ હતી, ત્યારબાદ કંપનીએ બધી જ ટીકિટો વેંચાઇ ગઇ હોવાની જાહેરાત કરી હતી. જોકે પછીથી કાળાબજારી મારફત પાંચથી દસગણા ભાવે ટીકિટો મળી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button