મહારાષ્ટ્ર

નાગપુરમાં ચાલી રહી હતી ન્યૂડ પાર્ટીને અચાનક…


નાગપુર નજીક પંચગાવમાં આવેલ એક રિસોર્ટમાં ચાલી રહેલ અશ્લીલ ડાન્સ પાર્ટી પર છાપો મારી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ૩૭ લોકોને પકડી પાડયા હોવાની માહિતી મળી છે. અહીં ડાન્સર્સ સહિત અમુક લોકો અર્ધનગ્ન થઈ ડાન્સ કરતા પકડાયા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર એક ખબરના આધારે પોલીસ રિસોર્ટ પર પહોંચી હતી. ત્યાં લાઉડ મ્યુઝિકના સહારે કેટલાય લોકો ઝૂમી રહ્યા હતા. તેમાંથી અનેક લોકા અર્ધનગ્ન હાલતમાં હતા. પોલીસે અચાનક દરોડો પાડતાં રંગમાં ભંગ પડયો હતો અને ચીસાચીસ સાથે ભાગમભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે મ્યુઝિક બંધ કરાવી , રિસોર્ટના રસ્તા બ્લોક કરી તમામની ધરપકડ કરી હતી. પોલીસે અહીંથી કુલ ૩૭ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ૧૩ ડાન્સરનો સમાવેશ થાય છે. આ પાર્ટીનું આયોજન જંતુનાશક દવાનો વેપાર કરતી એક કંપનીએ તેના પાસેથી રૂ.૭૫ હજારથી વધુની ખરીદી કરનારાઓને પ્રોત્સાહન તરીકે આયોજિત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસે પાંચ એસયુવી, દારૂની બોટલો અને રૂ. ૧.૧૨ લાખની રોકડ રકમ ઘટનાસ્થળેથી જપ્ત કરી હતી. આ સંદર્ભે પોલીસે આઈપીસીની વિવિધ કલમો અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button