નેશનલ

રાહુલ બાબા એમએસપીનું ફૂલ ફોર્મ ખબર છે: અમિત શાહ

રેવાડી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ટીકા કરતાં પૂછ્યું હતું કે શું તેઓ એમએસપીનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે? સાથે જ તેમણે એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે હરિયાણામાં ભાજપની સરકાર લઘુતમ ટેકાના ભાવે 24 પાકની ખરીદી કરી રહી છે.

અહીં એક ચૂંટણી રેલીને સંબોધતા શાહે ભ્રષ્ટાચાર અને અનામતના મુદ્દે પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

ખેડૂતોના મુદ્દે કૉંગ્રેસની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે કેટલીક એનજીઓએ રાહુલ ‘બાબા’ને કહ્યું છે કે એમએસપી (લઘુત્તમ ટેકાના ભાવ)નો મુદ્દો ઉઠાવવાથી તેમને મત મળશે.

રાહુલ બાબા, શું તમે એમએસપીનું આખું નામ (ફૂલ ફોર્મ) જાણો છો? કયો પાક ખરીફનો છે, કયો રવીનો છે, શું તમે જાણો છો? એવા અણિયાણા સવાલ તેમણે કર્યા હતા.

શાહે કહ્યું હતું કે હરિયાણામાં ભાજપ સરકાર એમએસપી પર 24 પાકની ખરીદી કરી રહી છે. હરિયાણામાં કૉંગ્રેસના નેતાઓને જણાવવા દો કે કૉંગ્રેસ શાસિત કયા રાજ્ય કેટલા પાકની ખરીદી ટેકાના ભાવે કરે છે, એવો પડકાર તેમણે ફેંક્યો હતો.

કર્ણાટક અને તેલંગાણામાં એમએસપી પર કેટલા પાકની ખરીદી કરી છે? એમ તેમણે પૂછ્યું હતું.

કૉંગ્રેસના શાસન દરમિયાન ડાંગરની ખરીદી 1300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે થતી હતી, હવે તે 2300 રૂપિયામાં થઈ રહી છે અને જો તમે હરિયાણામાં ભાજપની સરકાર લાવશો તો અમે 3,100 રૂપિયા (પ્રતિ ક્વિન્ટલ)ના ભાવે ડાંગરની ખરીદી કરીશું, એવું વચન તેમણે આપ્યું હતું.

કૉંગ્રેસ પર વધુ આકરા પ્રહાર કરતાં શાહે કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધીના કાર્યકાળમાં ન સંતોષાયેલી નિવૃત્ત જવાનોની વન રેન્ક વન પેન્શનની લાંબા સમયથી પડતર માંગણી નરેન્દ્ર મોદીની સરકારે પૂરી કરી છે. કૉંગ્રેસે તો કાયમ લશ્કરનું અપમાન કર્યું છે. આ જ કૉંગ્રેસ હતી જેમણે આર્મી ચીફ (લશ્કરી વડા)ને ‘ગૂંડા’ કહ્યા હતા. કૉંગ્રેસે ક્યારેય લશ્કરનું સન્માન કર્યું નથી.

અગ્નીવીરના મુદ્દે કૉંગ્રેસ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે હરિયાણાવાલો, હું અત્યારે વચન આપું છું કે એકેય અગ્નીવીર પેન્શનપાત્ર નોકરી વગરનો રહેશે નહીં. આ ભાજપનું વચન છે.

શાહે કહ્યું કે ભાજપે હરિયાણામાં સમાન વિકાસ કર્યો છે અને છેલ્લાં 10 વર્ષમાં ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે.
કૉંગ્રેસની સરકારો કટ, કમિશન અને ભ્રષ્ટાચારને આધારે ચાલતી હતી જ્યારે ડીલરો, દલાલ અને ‘દામાદો’ રાજ કરતા હતા. ભાજપની સરકારમાં કોઈ ડીલર્સ નથી, ‘દલાલ’ કે ’દામાદ’નો કોઈ પ્રશ્ર્ન જ નથી એમ ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું.
હરિયાણામાં પાંચમી ઓક્ટોબરે મતદાન થશે અને આઠમી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. (પીટીઆઈ)

આ પણ વાંચો : આતંકવાદને દફનાવી દેવામાં આવ્યો, પુનરાગમન કરવા નહીં દેવાય: અમિત શાહ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button