મનોરંજન

મંજૂલિકા ફરી આવી ગઈ ડરાવવાઃભૂલ ભૂલૈયાનું ટીઝર આઉટ, અક્કીની ખોટ વર્તાઈ

અક્ષય કુમાર, વિદ્યા બાલન અને અમીષા પટેલને ચમકાવતી ફિલ્મ ભૂલભૂલૈયા હજુ પણ લોકોને યાદ છે. આ હોરર-કૉમેડીની ત્રીજી સિક્વલ આવી રહી છે. જોકે તેમાં વિદ્યા બાલન છે, પરંતુ અક્ષય અને અમીષા નથી. રૂહી બાબા તરીકે સિક્વલ-2 અને 3માં કાર્તિક આર્યનની પસંદગી કરવામાં આવી છે, પરંતુ ટીઝર જોતા સૌને ફરી અક્ષય યાદ આવી જાય છે.

ફિલ્મનું ટીઝર જોરદાર છે અને મંજૂલિકા તરીકે વિદ્યા બાલન ફરી બધાને ડરાવવા આવી રહી છે. સિક્વલ-2મા તબ્બુનો ડબલ રોલ હતો, પણ નિર્માતાઓએ સિક્વલ 3માં ફરી ઓરિજનલ મંજૂલિકા પર પસંદગી ઢોળી છે. દિવાળી પર રિલીઝ થનારી આ હોરર એડવેન્ચરમાં તૃપ્તી ડિમરી પણ છે.

ફિલ્મનું ટીઝર શેર કરતી વખતે કાર્તિક આર્યનએ લખ્યું છે, “શું તમને લાગ્યું કે વાર્તા પૂરી થઈ ગઈ છે!! રૂહ બાબા વિ મંજુલિકા…આ દિવાળી. ટીઝર બહાર પડી ગયું છે. એપિક હોરર એડવેન્ચર દિવાળી પર થશે. ભુલ ભુલૈયા 3નું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: ભૂલભૂલૈયા-3માં ‘ઓરિજીનલ મંજુલિકા’ જોવા મળશે? વિદ્યાની એન્ટ્રી અંગે મળી આ બ્રેકિંગ ન્યુઝ..

ટીઝરની શરૂઆત વિદ્યા બાલનના અવાજથી થાય છે જે પોતાની ગાદી પાછી લેવા આવી છે. આ પછી, કાર્તિક આર્યનનો અવાજ આવે છે અને તે કહે છે – શું તમને લાગ્યું કે વાર્તા પૂરી થઈ ગઈ છે, દરવાજા હંમેશા બંધ રહે છે જેથી એક દિવસ ફરી ખુલી શકે. આ પછી ભુલ ભુલૈયાનું ટાઈટલ મ્યુઝિક આવે છે. એ પછી ડરનો ખરો ખેલ શરૂ થાય છે.

ફિલ્મની પહેલી બે સિક્વલે સારી કમાણી કરી હતી, પરંતુ વાર્તા, સંગીત અને પર્ફોમન્સની દૃષ્ટિએ ઓરિજિનલ ફિલ્મ જેવી જમાવટ કરી શકી ન હતી. હવે જોવાનું એ રહ્યું કે સિક્વલ-3માં ફરી એ જાદુ ચાલશે કે કેમ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button