વેપાર

ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તથા દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. તેમ જ આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ગઈકાલની રજા બાદ આવકોમાં વધારો થવાની સાથે સાથે સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં હાજરમાં તેમ જ નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૩૫થી ૩૬ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૩૪થી ૩૫ ટ્રકનો રહ્યો હતો. ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તથા દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. તેમ જ આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ગઈકાલની રજા બાદ આવકોમાં વધારો થવાની સાથે સાથે સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં હાજરમાં તેમ જ નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૩૫થી ૩૬ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૩૪થી ૩૫ ટ્રકનો રહ્યો હતો.
—————————————-
ઈથેનોલ અને ખાંડના લધુતમ વેચાણ ભાવ વધારવા સરકારની વિચારણા
નવી દિલ્હી: વર્ષ ૨૦૨૪-૨૫ની મોસમ માટે સરકાર ઈથેનોલના ભાવ અને ખાંડના લઘુતમ વેચાણ ભાવમાં વધારો કરવા અંગે સરકાર વિચારણા કરી રહી હોવાનું અનાજ ખાતાના પ્રધાન પ્રલ્હાદ જોશીએ આજે જણાવ્યું હતું. તેમણે આજે કહ્યું હતું કે હાલમાં ઈથેનોલના ભાવમાં વધારો કરવાનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે અને પેટ્રોલિયમ મંત્રાલય આ બાબતે વિચારણા કરી રહ્યું છે. વધુમાં તેમણે અત્રે યોજાયેલા એક પ્રસંગ પશ્ર્ચાત્ પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે આ ઉપરાંત સરકાર ખાંડના લઘુતમ વેચાણ ભાવ જે ફેબ્રુઆરી, ૨૦૧૯થી કિલોદીઠ રૂ. ૩૧ની સપાટી પર યથાવત્ રહ્યા છે તેમાં પણ વધારો કરવાના પ્રસ્તાવ પર વિચારણા થઈ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે એકંદરે વરસાદ સારો રહ્યો હોવાથી વર્ષ ૨૦૨૪-૨૫ (ઑક્ટોબર-સપ્ટેમ્બર)ની મોસમમાં ખાંડનું ઉત્પાદન સારું રહેવાનો અંદાજ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઈથેનોલના ભાવ સરકાર નિર્ધારિત કરતી હોય છે અને ઈથેનોલ પુરવઠા વર્ષ (નવેમ્બર-ઑક્ટોબર) ૨૦૨૨-૨૩થી તેમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. હાલમાં શેરડીના રસથી ઉત્પાદિત થયેલા ઈથેનોલના ભાવ લિટરદીઠ રૂ. ૬૫.૬૧ છે, જ્યારે બી-હેવી મોલાસીસ અને સી હેવી મોલાસીસમાંથી પ્રાપ્ત થતાં ઈથેનોલના ભાવ અનુક્રમે લિટરદીઠ રૂ. ૬૦.૭૩ અને રૂ. ૫૬.૨૮ની સપાટીએ રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…