નેશનલ

દેશની સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ આ રાજ્યમાં, યુજીસીએ જાહેર કરી યાદી

યુજીસીએ બનાવટી ઓળખ ધરાવતી દેશભરમાં કાર્યરત 20 યુનિવર્સિટીઓની એક યાદી બહાર પાડી છે. નિરાશાનજક વાત એ છે કે આ યાદી મુજબ સૌથી વધુ નકલી માન્યતા ધરાવતી યુનિવર્સિટી દેશની રાજધાની દિલ્હીમાં જ છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીના સચિવ મનીષ જોશીએ તમામ રાજ્યોને નકલી યુનિવર્સિટીઓ સામે કાર્યવાહીની માગ કરતો પત્ર શિક્ષણ વિભાગના પ્રમુખ-સચિવોને લખ્યો છે. ઉપરાંત તેમણે યાદીમાં જેટલી પણ બનાવટી યુનિવર્સિટીના નામ છે તે યુનિવર્સિટીના કુલપતિઓને પણ પત્ર મોકલી જણાવ્યું છે કે તેમની યુનિવર્સિટીનું નામ નકલી યુનિવર્સિટીની યાદીમાં સમાવિષ્ટ છે અને યુજીસીના અધિનિયમ 1956ની ધારા 2 અને ધારા-3 હેઠળ પોતે વિશ્વવિદ્યાલય નથી પરંતુ તેને સંલગ્ન છે.


આને કારણે પોતાની કોલેજના નામ સાથે તેઓ યુનિવર્સિટી લગાવી શકે નહિ. જો તેઓ પોતાની સાથે ‘યુનિવર્સિટી’ શબ્દને જોડે છે તો તેમના દ્વારા આપવામાં આવતું સર્ટિફિકેટ ગેરમાન્ય ગણાશે. આથી આ પ્રકારે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવી નહિ, તેવું પત્રમાં જણાવાયું છે.

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એન્ડ ફિઝીકલ હેલ્થ સાયન્સિસ (AIPHS), અલીપુર
કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, દરિયાગંજ
યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી
વોકેશનલ યુનિવર્સિટી
એડીઆર સેન્ટ્રિક જ્યુરીડીકલ યુનિવર્સિટી
ઇન્ડિયન ઇનસ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ
વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ-દિલ્હી
આધ્યાત્મિક યુનિવર્સિટી- રોહિણી, દિલ્હી
નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓપન યુનિવર્સિટી
ગાંધી હિંદી વિદ્યાપીઠ-પ્રયાગરાજ
નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપથી-કાનપુર
ભારતીય શિક્ષા પરિષદ-લખનૌ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button