Mukesh Ambaniએ ખરીદી એટલી મોંઘી વસ્તુ, કિંમત એટલી કે 200 રોલ્સ રોયસ ખરીદી શકાય…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો આખો પરિવાર વૈભવી જીવનશૈલીને કારણે સૌથી વધારે ચર્ચામાં આવે છે. હાલમાં ફરી એક વખત મુકેશ અંબાણીએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર લક્ઝરી કારનો શોખીન તો છે જ પણ એની સાથે સાથે જ તેઓ અલ્ટ્રા લક્ઝરી પ્રાઈવેટ જેટનો પણ શોખીન છે એ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે. મુકેશ અંબાણીએ એક પ્રાઈવેટ જેટ ખરીદ્યું છે અને રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર આ એક પ્રાઈવેટ જેટની કિંમતમાં 10-20 નહીં પણ 200 રોલ્સ રોયસ કાર ખરીદી શકાય છે. ચાલો જોઈએ-
ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દરરોજ કોઈને કોઈ કારણસર હેડલાઇન્સમાં રહે છે અને એમાં પણ આ વર્ષે જ નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન થયા છે અને આ લગ્નને કારણે પણ લાંબા સમય સુધી આખો પરિવાર ચર્ચામાં રહ્યો હતો. પરંતુ આ વખતે મુકેશ અંબાણી ચર્ચામાં આવ્યો છે નવા પ્રાઈવેટ જેટ બોઈંગ 737 મેક્સ 9ને કારણે. તમારી જાણ માટે કે આ પ્રાઈવેટ જેટ ભારતનું પહેલું અલ્ટ્રા લક્ઝરી પ્રાઈવેટ જેટ છે.
જોકે, મુકેશ અંબાણીના કલેક્શનમાં આ સિવાય પણ અનેક પ્રાઈવેટ જેટ છે, પણ આ નવા જેટથી મુકેશ અંબાણીનું જેટનું કલેક્શન એકદમ પોશ થઈ ગયું છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અંબાણી પરિવારના આ નવા લક્ઝરી પ્રાઈવેટ જેટ બોઈંગ 737 મેક્સ 9ની કિંમત આશરે 1000 કરોડ રૂપિયા છે. ભારતમાં અત્યાર સુધી કોઈ પાસે પણ આટલું મોંઘું કે આટલું લક્ઝુરિયસ જેટ વિમાન નથી. એવું પણ કહેવાય છે કે આટલા પૈસામાં તો 200 રોલ્સ રોયસ કાર ખરીદી શકાય છે.
વાત કરીએ તો જેટની ખાસિયત વિશે તો આ એરક્રાફ્ટ તેની વિશાળ કેબિન અને મોટી કાર્ગો જગ્યા માટે જાણીતું છે. તે બે CFMI LEAP-1B એન્જિન દ્વારા સંચાલિત થાય છે. MSN 8401 નંબર ધરાવતું આ લક્ઝરી પ્રાઈવેટ જેટ એક ટેફ ઓફમાં 11,770 કિલોમીટરનું અંતર કાપી શકે છે. બોઇંગ 737 મેક્સ 9ને આરામ, ઝડપ અને લક્ઝરીનો કોમ્બો માનવામાં આવે છે અને લોકો તેને આકાશમાં ઉડતી 7 સ્ટાર હોટલ માને છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર પાસે એક કરતા વધુ પ્રાઈવેટ જેટ છે, નવા બોઈંગ 737 MAX 9 સિવાય 9 વધુ લક્ઝરી પ્રાઈવેટ જેટ છે, જેમાં બોમ્બાર્ડિયર ગ્લોબલ 6000 અને એમ્બ્રેર ERJ-135 તેમજ બે ડેસોલ્ટ ફાલ્કન 900નો સમાવેશ થાય છે. 9 લાખ કરોડથી વધુની સંપત્તિના માલિક મુકેશ અંબાણી પાસે ઘણી લક્ઝરી કારનો સમાવેશ પણ થાય છે.