ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

રમુજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

પત્ની વિના પતિ બની શકાય?
*હા, ઉદ્યોગપતિ, લખપતિ અને કરોડપતિ બની શકાય.

આદુંફૂદીનાવાળી ચાની જેમ કોફીમાં શું નાંખવું જોઈએ?
*અત્યારે કોથમીર- મરચાં નાંખી જુઓ.

રસ્તા પરના ખાડા અને ગાલમાં પડતા ખાડા વચ્ચે શું ફરક છે ?
*રસ્તા પરના ખાડા નબળાં બાંધકામ અને ભ્રષ્ટાચારની નિશાની છે. જયારે ગાલના ખાડા પ્રેમનો પુરાવો છે.

ભૂવા અને ખાડા વચ્ચે શું ફરક છે?
*જમ્બો અને મિની સાઈઝ જેટલો.

કટકી- બટકી- લટકી- ચટકી- મટકી પછી શું?
*હવે તમારું જશે છટકી.

ભગવાન મળે તો કયું વરદાન માગો?
*મિસ કોલ મારતાંવેંત હાજરહજૂર દર્શન મળે.

સ્ત્રીને આયનો કેમ વધુ ગમે છે?
*આયનો પતિ કે પ્રેમીની જેમ સામે બોલતો નથી.

તમામ સમાજ અને વ્રતધારીઓને ગમે એ વડા કયા?
*વાતોના વડાં.

સૌને પારકી ચીજ કેમ ગમે છે?
*ખુદ સરકારનું એક સમયે સ્લોગન હતું પારકી મિલકતનું પોતીકી ગણીને જતન કરો !

મને પડોશણ સ્વપ્નામાં આવે છે.
*પણ, જાગ્યા પછી એના પતિ સાથે સ્વપ્નમાં નહીં વિચારેલો સિન
થશે.

કોની શંકા વધુ સાચી પડે છે?
*પત્નીની…પોલીસ પણ એની પાસે પાણી ભરે !

કોઈ નેતા સ્વર્ગલોકના સુકાની બને તો?
*-તો સ્વર્ગ અને નર્કનો ભેદ ભૂંસાઈ જાય.

કોને કયારેય જશ નથી મળતો ?
*વહુ અને વરસાદને

બિલાડી રસ્તામાં આડી ઊતરે તો અપશુકન કેમ કહેવાય છે?
*માણસ માટે બિલાડી અપશુકન મનાતી હશે, પણ બિલાડી માટે માણસ કદાચ શુકનવંતો સાબિત થતો હશે..

ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્માં, લાકડી કેમ ચોરાઈ જાય છે?
*અરે, અનેકના ખિસ્સામાંથી ગાંધી છાપની નોટો પણ ચોરાઈ
જાય છે.

ગાજયા મેઘ કેમ વરસતા નથી ?
*પણ ભસ્તા કૂતરા તો કરડે છે.

ભારત અને પાકિસ્તાન એક થઈ જાય તો શું થાય?
*બંને દેશના નેતા નવરા થઈ જાય.

વરસાદ સ્પેશિયલ
વરસાદ અંગે તમે શું માનો છો?
*દ્વિધામાં છું વરસાદને મેઘરાજા કહું કે વર્ષારાણી ?

વરસાદને રીમઝીમ કેમ કહે છે?
*ફેન્ટા, કોકાકોલા અને લેમન માફક નહીં આવતી હોય.

વરસાદ ક્યારે વરસે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button