આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

મોબાઈલ ફોન વિના ટુબીએચકે ફ્લેટમાં આ રીતે જીવન વિતાવે છે જાણીતા ઉદ્યોગપતિનો ભાઈ…

હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવવા લાગ્યા હશો કે આખરે કોણ છે એ ઉદ્યોગપતિ કે જેનો ભાઈ ધનવાન ઉદ્યોગપતિ હોય પણ તે મોબાઈલ વિના ટુબીએચકેના ફ્લેટમાં જીવન વિતાવી રહ્યો છે? ચાલો તમારા સવાલનો જવાબ આપી દઈએ-

અમે અહીં વાત કરી રહ્યા છીએ જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) વિશે. રતન ટાટાની જેમ જ એમના ભાઈ પણ એક સાધારણ જીવન જીવે છે એમની આસપાસ રહેતાં લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ રતન ટાટાના નાના ભાઈ છે.

મુંબઈના એક ટુબીએચકે એપાર્ટમેન્ટમાં રહે છે રતન ટાટાના આ ભાઈ જિમી નવલ ટાટા.

રતન ટાટાએ થોડા મહિનાઓ પહેલાં પોતાના સોશિયલ મીડિયા પર એક જૂનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો હતો જેમાં તેમના જેવો જ દેખાતો એક નાનકડો છોકરો પણ છે. આ છોકરો બીજો કોઈ નહીં પણ તેમના નાના ભાઈ જિમી નવલ ટાટા છે. ટાટાના કારોબારમાં પાર્ટનરશિપ અને લખલૂટ પૈસો હોવા છતાં પણ જિમી ટાટા સિમ્પલ લાઈફ જિવવાનું પસંદ કરે છે અને મુંબઈના એક ઓર્ડિનરી ટુબીએચકે ફ્લેટમાં રહે છે. કોઈ પણ પ્રકારના તામજામ કે સિક્યોરિટી વિના.

લખલૂટ સંપત્તિ છતાં પણ જિમી લોકોની નજરોથી દૂર મુંબઈના કોલાબા ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં રહે છે અને એમના પડોશીઓને પણ નથી ખ્યાલ કે તેમનો સંબંધ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા સાથે છે. જિમી ટાટાએ બિઝનેસ સંભાળવાને બદલે પોતાના પેશનને ફોલો કરવાનું નક્કી કર્યું. તેઓ એક કુશળ સ્ક્વેશ ખિલાડી છે. તેમની પાસે ન તો મોબાઈલ ફોન છે ન તો ટીવી. દુનિયાભરની માહિતી મળવવા માટે તેઓ વર્તમાનપત્રની મદદ લે છે.

જિમી ટાટા ટાટા ટ્રસ્ટના એક ટ્રસ્ટી છે અને ટાટાના શેરમાં તેમની ભાગીદારી છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 3800 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક રતન ટાટાની જેમ જ એમના ભાઈ પણ સાદગીપૂર્ણ જીવન જીવે છે અને રતન ટાટાની જેમ જ તેમણે પણ લગ્ન નથી કર્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button