તિરૂપતિ પ્રસાદ વિવાદ મુદ્દે મોદી સરકારની મોટી કાર્યવાહીઃ કંપનીને ફટકારી શો-કોઝ નોટિસ
નવી દિલ્હી: તિરૂપતિ મંદિરના પ્રસાદીનો વિવાદ હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે કેન્દ્ર સરકારે હવે તપાસ પોતાના હાથમાં લઈને કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. આજે સોમવારે આરોગ્ય મંત્રાલયે ઘી સપ્લાય કરનારી કંપનીને શો કોઝ નોટિસ પાઠવી છે. આ મામલામાં કેન્દ્રીય મંત્રાલયે ચાર કંપનીઓના સેમ્પલ લીધા હતા જેમાંથી એક કંપનીના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થતા તેમાં પ્રાણીની ચરબી હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતની આ લેબના રિપોર્ટ બાદ તિરૂપતિ મંદિરના પ્રસાદ પર ઉઠયા પ્રશ્નો; અહી થાય છે આટલા રિપોર્ટો…
હકીકતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે તિરુપતિમાં પ્રસાદ માટે વપરાતા લાડુમાં જાનવરોની ચરબી હોય છે. નાયડુના આ આરોપોના સમર્થનમાં ટીડીપી સરકારે ગુજરાતના આણંદની એનડીડીબી લેબનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં પ્રસાદના લાડુમાં પશુની ચરબી હોવાની પુષ્ટિ થઈ હતી.
આ પણ વાંચો: તિરુપતિ બાદ ડાકોરની પ્રસાદીને લઈને પણ વિવાદ: ખુદ પૂજારીએ જ કરી તપાસની માંગ…
આ મામલે YSR ચીફ અને આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પોતાના પર કરવામાં આવેલા આરોપોને લઈને PM મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે ચંદ્રાબાબુ નાયડુને ખોટું બોલવાના હેવાયા ગણાવ્યા હતા. પીએમ મોદીને લખેલા પત્રમાં રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ રાજકીય હેતુઓ માટે કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે આટલા નીચા સ્તરે આવી ગયા છે.
આ પણ વાંચો: Tirupati Laddu Row: તિરુપતિ લાડુ વિવાદથી દુ:ખી ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ, 11 દિવસના ઉપવાસ કરશે
જગન મોહન રેડ્ડીએ 8 પાનાના પત્રમાં આરોપ લગાવ્યો છે કે નાયડુના આવા કૃત્યથી માત્ર મુખ્યમંત્રી પદની પ્રતિષ્ઠા જ નથી ઘટી પરંતુ જાહેર જીવનમાં તમામ લોકોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ટીટીડી અને તેની પરંપરાઓની પવિત્રતાને પણ ઠેસ પહોંચી છે. જગન મોહન રેડ્ડીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, મહોહાય, આ સમયે આખો દેશની નજર તમારી તરફ છે. આ મામલે જૂઠાણું ફેલાવવાના બ્રેશર્મ કૃત્ય માટે નાયડુને આકરી ફટકાર લગાવવામાં આવે અને સત્યને ઉજાગર કરવામાં આવે.