CM પદ નહીં આપે તો છીનવી લઇશુંઃ કોંગ્રેસના નેતા આ શું કહી દીધું!
મુંબઈ: નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંનેમાંથી કોણ સત્તા હાંસલ કરે છે એ નક્કી થવાનું બાકી છે ત્યારે મુખ્ય પ્રધાનના પદ માટે હૂંસાતૂંસી શરૂ થઇ ગઇ છે.
કૉંગ્રેસના એક વિધાનસભ્યએ મહારાષ્ટ્ર કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવવાની માગણી કરતા મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાનપદને લઇને ચાલી રહેલી ખેંચતાણ લોકોની સામે આવી છે.
ફક્ત માગણી જ નહીં, કૉંગ્રેસના વિધાનસભ્ય વિકાસ ઠાકરેએ ચીમકી આપતા કહ્યું હતું કે જો નાના પટોલેને મુખ્ય પ્રધાનનું પદ ન અપાય તો એ છીનવી લેવામાં આવશે.
આપણ વાંચો: Maharashtra Assembly Elections: પિતા અને પુત્રી વચ્ચે થશે ચૂંટણીનો જંગ?
ઠાકરેએ પોતાની માગણીને વ્યાજબી ઠેરવતા જણાવ્યું હતું કે વિદર્ભમાં સૌથી વધુ બેઠકો કૉંગ્રેસ જીતે છે અને આ વખતે પણ વિદર્ભમાં વિજય મેળવવાની જવાબદારી કૉંગ્રેસ લઇ રહી છે.
એવામાં જો વિદર્ભના મોટાભાગના વિધાનસભ્યો નાના પટોલેને મુખ્ય પ્રધાન તરીકે જોવા માગતા હોય તો તેમાં કંઇ ખોટું નથી. જોકે, એ માટે અમારી વધુમાં વધુ વિધાનસભ્યો જીતી લાવવા પડશે.
ઠાકરેએ સાથી પક્ષોને ચીમકી આપતા કહ્યું કે નાના પટોલેએ વિધાનસભાનું અધ્યક્ષ પદ છોડી કૉંગ્રેસ અધ્યક્ષપદ સંભાળ્યું ત્યાર પછી સાંસદોની સંખ્યા વધી ગઇ છે. તેમણે પોતાનું ઘર છોડી આખા મહારાષ્ટ્રની જવાબદારી સંભાળી છે.
જે મહેનત કરે તેને ન્યાય મળવો જોઇએ. આવા મહેનતું વ્યક્તિને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઇએ. જો આ પદ તેમને ન આપવામાં આવે તો અમે એ છીનવી લઇશું.