ધર્મતેજનેશનલરાશિફળ

આજનું રાશિફળ (23-09-24): મેષ, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જુઓ શું છે બાકીની રાશિના હાલ?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી સાબિત થશે. આજે તમારે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનું ટાળવું જોઈએ, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. ફેમિલી બિઝનેસમાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ધાર્મિક કાર્યમાં ભાગ લેશો. આજે તમારે તમારું કોઈ પણ કામ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દેખાડવાનું ટાળો.

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.


આ રાશિના જાતકોની આસપાસનું વાતાવરણ આજે ખૂબ જ સુખદ રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલાં લોકો આજે સારું નામ કમાઈ શકશે. જીવનસાથી સાથે ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો. જો તમે તમારી નોકરીમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો તમે ફેરફારની યોજના બનાવી શકો છો. તમારે કોઈના પર ભરોસો કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તે તમારો વિશ્વાસ તોડી શકે છે. ઘરના રિનોવેશનની યોજના બનાવશો.

For the next 24 days, the four zodiac signs will gather money with both hands, the Golden Period has begun...


મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અમુક ગૂંચવણ લઈને આવશે, જેને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે. આજે વિદ્યાર્થીઓ નવા કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે જેમાં તેઓ સારું પ્રદર્શન કરશે. પ્રોપર્ટીની કોઈ ડીલ લાંબા સમયથી પેન્ડિંગ હતી તો થોડો વધારે સમય સુધી તેને પેન્ડિંગ રાખી મૂકો. નોકરીને લઈને તમારા મનમાં થોડો તણાવ રહેશે, કારણ કે તમારી ઈચ્છા મુજબ કામ ન મળવાથી તમારું મન પરેશાન રહેશે. દૂરના કોઈ સંબંધી આજે તમને સારા સમાચાર આપશે.


કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમારે તમારી દિનચર્યામાં કોઈ પણ ફેરફાર ખૂબ જ સમજી વિચારીને કરવું પડશે. આજે તમે કોઈ નવી યોજના શરૂ કરવા જશો તો તેમાં કોઈ સમસ્યા આવી શકે છે. મિત્ર તરફથી દગો થવાની શક્યતા છે. આજે કોઈ બિનજરૂરી વાતને લઈને થોડા ચિંતિત રહેશો. તમારા કામમાં માતા-પિતા તમને પૂરો સાથ આપશે. જો તમે તમારા ભાઈઓ પાસેથી મદદ માંગશો તો તે પણ સરળતાથી મળી જશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

After 5251 years, a special yoga will happen tomorrow, Achhe Din will begin for the people of this zodiac sign...


આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમારી આવકના સ્ત્રોત વધવાથી તમે ખુશ રહેશો. પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે. તમારી અંદર રહેલી ઉર્જાને કારણે તમે કામ કરવા માટે તૈયાર રહેશો. લોકો તમારા વર્તનથી ખુશ થશે. તમે તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે વડીલ સભ્યો સાથે વાત કરી શકો છો. તમે નાના બાળકો સાથે ક્યાંક જઈ શકો છો. તમારી મિલકતને લગતી કોઈપણ બાબતનો ઉકેલ આવશે.

Astrology: These four planets will change course


કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશો. આજે તમારી આવકમાં વૃદ્ધિ થવાથી તમારી ખુશીનો પાર નહીં રહે. તમારી અંદર છુપાયેલું ટેલેન્ટ બહાર આવશે, લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. પરિવારના લોકોને તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ ગમશે. તમારા જીવનસાથી તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે, જે તમને ખુશ કરશે. જો તમે તમારા વ્યવસાયને લઈને કોઈ નિર્ણય લો છો, તો ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. તમને તમારી ખોવાયેલી કેટલીક વસ્તુઓ પાછી મળી શકે છે.


તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેવાનો છે. જીવનસાથી આજે તમને તમારા કામમાં પૂરેપૂરો સાથ આપશે. તમારા સાસરી પક્ષમાંથી કોઈ તમને મળવા આવી શકે છે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. નોકરી સાથે જોડાયેલા લોકોએ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખવાની જરૂર છે, નહીં તો તેમના વિરોધીઓ મુશ્કેલી ઉભી કરી શકે છે. તમે નવી પ્રોપર્ટીમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. જો તમે માર્કેટિંગ સંબંધિત કોઈ કામ કરશો તો તમને મોટો ફાયદો થશે. વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાન વધારવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશે.


આ રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે, તેમને તેમના કામમાં માન-સન્માન મળવાની સંભાવના છે. તમારા મિત્રોની સંખ્યા પણ વધશે. ત્રીજી વ્યક્તિના આવવાથી લવ લાઈફ જીવતા લોકોમાં ઝઘડા વધશે. જો તમારો કોઈ જૂનો વિવાદ તમને પરેશાન કરી રહ્યો હતો, તો તમારે તમારા પિતા સાથે કોઈ કામ અંગે વાત કરવી પડશે. તમે તમારા ભાઈ-બહેનો સાથે સારી રીતે વર્તશો. તમે કોઈને આપેલા વચનને પૂરા કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. તમારું સામાજિક વર્તુળ વિસ્તરી રહ્યું છે.


ધન રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાંકીય દ્રષ્ટિએ સારો રહેવાનો છે. પારિવારિક સમસ્યામાં સમજી વિચારીને બોલવાની જરૂર છે, નહીં તો વાત વણસી શકે છે. આજે કોઈ નવા કામમાં તમારો રસ વધશે. માતા-પિતા સાથે કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચામાં વાત કરશો. પરિવારનો કોઈ સભ્ય તમારી યાદોથી ત્રાસી શકે છે. તમને તમારા વરિષ્ઠોનો સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે સફર પર જાઓ છો, તો તમારી કિંમતી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવાની ખાતરી કરો.


મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીથી ભરપૂર રહેવાનો છે. આજે તમારી કોઈ ડીલ ફાઈનલ થતાં થતાં અટકી પડી શકે છે. ધંધામાં આજે ગમે એટલી મહેનત કરશો પણ નફો ન થતાં તમારી ચિંતામાં વૃદ્ધિ થઈ રહી છે. સંતાનના લગ્નમાં આવી રહેલી સમસ્યાથી ચિંતિત હશો તો એમાં મિત્રની મદદ માંગી શકશો. તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંક બહાર જઈ શકો છો. તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો, પરંતુ લોકો તેને સ્વાર્થ ગણશે.


કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. આજે તમારે કોઈ પણ મહત્ત્વના કામને ખૂબ જ ધીરજથી હેન્ડલ કરવાની જરૂર છે. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે પ્રિયપાત્ર સાથે આનંદમાં ક્ષણો પસાર કરે છે. તમે તમારી બુદ્ધિ અને સમજદારીથી તમારા કામમાં આગળ વધશો, તો તમારા માટે વસ્તુઓ વધુ સારી રહેશે. વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠોનો સંપૂર્ણ સહયોગ મળશે. શેર બજાર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેવાનો છે. બિઝનેસમાં આજે કોઈ મહત્ત્વની ડીલ ફાઈનલ કરી શકશો.

meen


મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો રહેશે, કારણ કે બિનજરૂરી ખર્ચ વધી રહ્યો છે. કામના સ્થળે આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની મુલાકાત આજે કેટલાક નવા લોકો સાથે થશે. માતા-પિતાના આશિર્વાદથી તો આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે. આજે તમે કોઈ કામને લઈને પરેશાન હશો તો તે સરળતાથી પૂરું થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button