ઇન્ટરનેશનલ

અવનવી ભેટસોગાદ લઇને અમેરિકા પહોંચ્યા પીએમ મોદી, જાણો મિસ્ટર એન્ડ મિસિસ બાઇડેનને શું ભેટ આપી…

વોંશિગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળ્યા હતા. બાઇડેને પીએમ મોદીનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. પીએમ મોદી કોઇ દેશના વડાને મળવા જાય અને ખાલી હાથે જાય તેવું તો શક્ય જ નથી. પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ માટે કેટલીક ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. PMએ રાષ્ટ્રપતિ બાઇડેનને એન્ટિક સિલ્વર ટ્રેનનું મોડલ ભેટ આપ્યું છે. ઉપરાંત મોદીએ અમેરિકન ફર્સ્ટ લેડી જિલ બાઇડેનને પશ્મિના શાલ ભેટમાં આપી હતી.

આ પણ વાંચો : PM Modi US Visit: અમેરિકાએ ભારતને સોંપી 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ, પીએમ મોદીએ

આ સુંદર એન્ટિક સિલ્વર ટ્રેનનું મોડલ મહારાષ્ટ્રના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર તેના સિલ્વર વર્ક માટે પ્રખ્યાત છે. આ મોડેલ 92.5% ચાંદીથી બનેલું છે. આમાં ખૂબ જ સુંદર કામ કરવામાં આવ્યું છે. તેમાં કોતરણી, રેપોસે અને ફીલીગ્રી જેવી ઘણી પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોડેલ સ્ટીમ એન્જિનના યુગની યાદ અપાવે છે. તેમાં કલા અને ઈતિહાસનું મિશ્રણ જોઈ શકાય છે.

એટલું જ નહીં આ મોડલ ટ્રેન ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોને પણ દર્શાવે છે જેમાં ભારતીય રેલવેની પેસેન્જર ટ્રેનમાં જે રીતે લખવામાં આવે છે તે જ રીતે મુખ્ય ગાડીની બાજુમાં ‘DELHI- DELAWARE’ અને એન્જિનની બાજુમાં હિન્દી અને અંગ્રેજીમાં ‘INDIAN RAILWAYS’ લખવામાં આવેલું છે. આ ગીફ્ટ ટ્રેન ભારતીય રેલ્વે સિસ્ટમ, તેના વિશાળ નેટવર્ક અને વિવિધ ટ્રેનો સાથે, ભારતીય સંસ્કૃતિ અને તકનીકી વિકાસનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ બાઇડેને વડાપ્રધાન મોદીની આ અનોખી ભેટની પ્રશંસા કરી હતી અને આ ટ્રેન મોડલને ભારત-અમેરિકા સંબંધો માટે એક મહત્વપૂર્ણ પ્રતીક ગણાવ્યું હતું.

આ પણ વાંચો : PM Modiના જન્મદિવસે મેલોનીએ કર્યું આ કામ…

તે જ સમયે વડાપ્રધાન મોદીએ ફર્સ્ટ લેડી જીલ બાઇડેનને પેપર માશે બોક્સમાં પેક કરેલી પશ્મિના શાલ પણ ભેટમાં આપી છે. આ શાલ ખાસ રીતે તૈયાર કરવામાં આવી હતી. પશ્મિના શાલ જમ્મુ કાશ્મીરમાં બનાવવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button