નેશનલ

યોગી સરકારની સરાહનીય કામગીરી, 49 કુખ્યાત ગુનેગારોના એન્કાઉન્ટર, 7015 થી વધુ ગુનેગારોની ધરપકડ

લખનૌ: યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે ઝીરો ટોલરન્સ પોલિસી અમલમાં મૂકી છે. જે અંતર્ગત UPSTF એ રાજ્યના કુખ્યાત ગુનેગારો, ગેરકાયદે ડ્રગ ડીલરો, હથિયારોની દાણચોરી, સાયબર ગુનેગારો અને પરીક્ષા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશ એસટીએફે છેલ્લા સાડા સાત વર્ષમાં 7 હજારથી વધુ કુખ્યાત અને વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી છે. જ્યારે 49 કુખ્યાત અપરાધીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ સિવાય STFએ તેની ગુપ્ત માહિતી સાથે 559 થી વધુ ગુનાહિત ઘટનાઓ બનતા પહેલા જ અટકાવીને ગુનેગારોની યોજનાને નિષ્ફળ બનાવી છે.

7,015 કુખ્યાત અને વોન્ટેડ ગુનેગારોની ધરપકડ

આ અંગે એસટીએફના એડીજી અમિતાભ યશે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ અનુસાર રાજ્યમાં ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે STFદ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં STFએ છેલ્લા સાડા સાત વર્ષમાં કુલ 7,015 કુખ્યાત અને વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી છે જ્યારે આ સમયગાળા દરમિયાન 49 ગુનેગારો માર્યા ગયા છે. આ તમામ પર 10 હજારથી 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ઝીરો ટોલરન્સ પોલિસી અંતર્ગત 559 થી વધુ ગુનાહિત ઘટનાઓ બનતા પહેલા અટકાવવામાં આવી હતી. જેમાં અપહરણ, લૂંટ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સામાન્ય નાગરિકોની હત્યા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ સાથે 3970 સંગઠિત ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી.

પેપર લીક ગેંગ અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી

છેલ્લા સાડા સાત વર્ષમાં, STF એ પરીક્ષાઓમાં છેતરપિંડી અને પેપર લીક જેવી હેરાફેરીને રોકવા માટે 193 ગેંગના 926 ગેંગલીડર અને સાગરીતો સામે કાર્યવાહી કરી છે. STFની આ કાર્યવાહીથી યુવાનોમાં યોગી સરકારની વિશ્વસનીયતા વધી છે. જ્યારે સાયબર ગુનાઓમાં સંડોવાયેલા 379 સાયબર ગુનેગારો પણ ઝડપાયા છે.

આ ઉપરાંત ગેરકાયદે હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે ઝુંબેશ હાથ ધરીને 189 ગુનેગારોની ધરપકડ કરી તેમના કબજામાંથી 2080 ગેરકાયદે હથિયારો અને 8229 ગેરકાયદે કારતુસ મળી આવ્યા હતા. ગેરકાયદે દારૂના દાણચોરો સામે કાર્યવાહી કરીને, STFએ પંજાબ, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાંથી 523 દારૂના દાણચોરોની ધરપકડ કરી અને તેમની પાસેથી દારૂના 80579 બોક્સ, 330866 લિટર રેક્ટિફાઇડ સ્પ્રિન્ટ અને 7560 લિટર તૈયાર દેશી દારૂ જપ્ત કર્યો.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશ ટૂરિઝમમાં ટૉપઃ અયોધ્યા સહિતના સ્થળોએ કરોડો દર્શનાર્થી-પ્રવાસીઓનો ધસારો

ડ્રગ્સ ડીલરોની ધરપકડ

એસટીએફના ડેપ્યુટી એસપી દીપક સિંહે જણાવ્યું હતું કે એજન્સીએ ગેરકાયદે ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા 1082 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 91147.48 કિલો ગાંજો, 2054.651 કિગ્રા ચરસ, 19727.1 કિગ્રા ડોડા, 7.06 કિગ્રા મોર્ફિન, 723.758 કિગ્રા સ્મેક, 21.121 કિગ્રા હેરોઇન, 181. 012 કિગ્રા અફીણ , 6.1 કિલો બ્રાઉન સુગર, 6.938 કિલો મેથાડ્રોન અને 280899 અન્ય પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી. આ દરમિયાન ડ્રગ્સના હેરફેરમાં વપરાતા વાહનોને રીકવર કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

જંગલી પ્રાણીઓનો શિકાર કરનારાઓ સામે પગલાં

આ ઉપરાંત રાજયમાં પ્રતિબંધિત વન્ય પ્રાણીઓનો શિકાર અને દાણચોરી કરતી વિવિધ ગેંગના 170 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 341 કિલો કાચબા કેલિપી, 2 પેંગોલિન, 1 વાઘની ચામડી, 18 કિલો વાઘના હાડકા, 2 હાથીદાંત , 8011 કાચબા, 4922 પ્રતિબંધિત પક્ષીઓ, ચિત્તાની 1 ચામડી, 4.12 કિલો એમ્બરગ્રીસ, 1 પેંગોલિન હાડપિંજર, જંગલી ડુક્કરના 4 દાંત, 563.1 કિગ્રા લાલ ચંદનનું લાકડું, દીપડાના 24 નખ, 140 ઈન્દ્રજાલના ઝાડ, 1 વાઘનું હાડપિંજર, 1 અજગર અને 1 સાપ મળી આવ્યો હતો. આની સાથે જ આની હેરફેર માટે વપરાયેલા વાહનો, રોકડ વગેરે પણ મળી આવ્યા હતા

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…