આપણું ગુજરાતગાંધીનગર

શિક્ષકોની ભરતી મુદ્દે ઉમેદવારોને છે અઢળક અડચણો: કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું…

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. સૌપ્રથમ તો ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ભરતી કરવા માટે આંદોલન કર્યું હતું, ત્યારબાદ સરકારે કરાર આધારિત ભરતીઓ કરી અને તેના વિરોધમાં પણ આંદોલન થયું હતું. જો કે તે પછી સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરીશું તેવી જાહેરાત કરી પણ તારીખો વીતી ગઈ હોવા છતાં કોઇ જ જાહેરાત ન કરતાં ફરી એકવખત સરકાર સામે આંદોલન છેડ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ નેતા મનિષ દોશીએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને શિક્ષકોની જગ્યામાં વધારો કરવા ​​​ટેટ-૧ અને ૨ તેમજ ટાટ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવા બાબતે માંગ કરી છે.

આ પણ વાંચો : આખરે સુરતને મળ્યા ચીફ ફાયર ઑફિસર, શહેર આગજનીથી બચે તેવી આશા

તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ”ટેટ-૧ અને ૨ તેમજ ટાટ પાસ થયેલા ઉમેદવારોની જગ્યામાં વધારો કરવા અને ટેટ-1 અને 2 તેમજ ટાટ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવા બાબત લાંબા સમયથી ગુજરાતના યુવાનો રજૂઆત કરી રહ્યા છે ગુજરાત સરકાર તરફથી 7500ની જગ્યા માટે ભરતી કરવા માટે માત્ર જાહેરાત કરવામાં આવી છે હાલમાં ગુજરાત રાજયમાં 38000 જેટલા ઉમેદવારોએ આ પરિક્ષા પાસ કરેલ છે. આ ઉમેદવારોની વય મર્યાદા પુર્ણ થવાને આરે છે. સને 2023માં લેવાયેલ પરિક્ષા કાયમ માટે માન્ય રહેનાર નથી. જેથી આ પાસ થયેલા ઉમેદવારો ફરીથી પરિક્ષા પાસ કરવી પડે તેવી પરિસ્થિતી ઉભી થાય તેમ છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે ‘પરિવારિક જવાબદારી અદા કરતા યુવક, યુવતીઓ માટે ૧૫૦૦૦ જેટલી જગ્યાઓ હાલમાં બહાર પડનારી જાહેરાતમાં જાહેર કરવામાં આવે તો મોટા ભાગના ઉમેદવારોને ન્યાય મળે. સરકારી શાળાની તેમજ ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે આપવામાં આવે જેથી વધુમાં વધુ ગુજરાતના યુવાન–યુવતીઓને યોગ્ય તક મળે અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષક મળશે.

આ ઉપરાંત તેમણે પત્રમાં કહ્યું છે કે રાજ્યમાં લાંબા સમયથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યા મોટા પાયે ખાલી છે અને વ્યાપક રજૂઆત છતાં શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય જવાબ અને જાહેરાત કરવામાં આવી નથી. લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે અને અનેક મૂલ્યાંકન અહેવાલોમાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે આથી રાજ્ય સરકારને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા અને સાથોસાથ વયમર્યાદામાં પણ છુટછાટ આપવાની માંગ કરી છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…