નવરાત્રિના પહેલાં દિવસે પીળા રંગનો આઉટફિટ પહેરો અને જુઓ મેજિક…

ગણેશોત્સવ પૂરો થયો અને હાલમાં શ્રાદ્ધ ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પૂરા થશે એટલે નવલા નોરતાં શરૂ થઈ જવાના. આમ તો નવરાત્રિમાં મહિલાઓ નવે નવે દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરે છે, પરંતુ આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નવરાત્રિના પહેલાં દિવસે પીળા કલરના કપડાં પહેરવાનું કેમ શુભ માનવામાં આવે છે? ચાલો જાણીએ આ પાછળનું કારણ-
આ પણ વાંચો : ગુજરાતમાં નવરાત્રીમાં છેડતી કરનારાઓની હવે ખેર નહી, ટ્રેડિશનલ ડ્રેસમાં SHE Team તૈનાત રહેશે’

નવરાત્રિના પહેલાં દિવસે તમે પીળા કલરની સાડી, સૂટ, ડ્રેસ, ચણિયાચોળી વગેરે પહેરી શકો છો. તમે નવરાત્રિના દિવસે જ્હ્નાવી કપૂરની જેમ પીળા કલરની સાડી, વાળમાં ગજરો અને ખુલ્લા પલ્લુવાળી આ સાડી તમારી સુંદરતામાં વધારો કરી શકો છો. સિલ્ક, કોટન, જિમીચુ, શિફો કે જોર્ટરની સાડી બેસ્ટ ઓપ્શન રહેશે.
જો તમારી પાસે પીળા કલરી ચણિયા ચોળી હોય તો એ પણ તમે નવરાત્રિના પહેલાં દિવસે પહેરીને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો લૂક કોપી કરી શકો છો. વાળમાં ચોટલો અને એક સુંદર નેક પીસ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.
સાડી હંમેશા જ બેસ્ટ અને ફેશનમાં ઈન ટ્રેન્ડ છે એમાં પણ ગણેશોત્સવ દરમિયાન જ્યારે પરિવારની નવી વહુ રાધિકા મર્ચન્ટે યેલો લૂકવાળી મલ્ટીકલર સાડી પહેરી હતી એવી જ સાડી પણ તમે આ વખતે નવરાત્રિના પહેલાં દિવસે ટ્રાય કરી શકો છો.

શ્લોકા મહેતાંએ પણ પિંક અને યેલો કલરના કોમ્બિનેશનવાળી સાડી આ ગણેશોત્સવ પર સ્ટાઈલ કરી હતી. આ સાડીએ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.
જો તમે સાડી કે ચણિયાચોળી ના પહેરવા માંગતા હોવ તો પીળા કલરનો ચિકન વર્કવાળો કે લખનવી ડ્રેસ કે કૂર્તી પણ ટ્રાય કરીને નવરાત્રિ પર મા અંબેના આશિર્વાદ મેળવી શકો છો.