નેશનલ

NEET Paper Leak: હજારીબાગ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ વિરુદ્ધ ચાર્જશીટ

નવી દિલ્હીઃ ઝારખંડના હજારીબાગમાં ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલે અન્યો સાથે મળીને નીટ-યુજી ૨૦૨૪ના પ્રશ્નપત્રો ચોરવાનું કાવતરું ઘડ્યું હોવાનો સીબીઆઇએ પેપર લીક કેસ (NEET Paper Leak)માં તેની બીજી ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે. જેમાં અન્ય ચારના નામ પણ સામેલ છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિન્સિપાલ અહસાનુલ હક, વાઇસ પ્રિન્સિપાલ મોહમ્મદ ઇમ્તિયાઝ આલમ અને અન્ય ચાર સામે પટનાની એક વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

સીબીઆઇએ તેના રિપોર્ટમાં અમન કુમાર સિંહ, બલદેવ કુમાર, સન્ની કુમાર અને એક સ્થાનિક પત્રકાર જમાલુદ્દીનનું નામ પણ લીધું છે. તેમના પર કલમ ૧૨૦-બી(ગુનાહિત કાવતરું), કલમ ૧૦૯ (ઉશ્કેરણી), કલમ ૪૦૯ (વિશ્વાસનો ગુનાહિત ભંગ), કલમ ૪૨૦ છેતરપિંડી, કલમ ૩૮૦ (ચોરી), કલમ ૨૦૧ (પુરાવાઓ ગાયબ કરવા) અને કલમ ૪૧૧(બેઇમાનીથી ચોરીની સંપતિ પ્રાપ્ત કરવી) અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યા હતા.

આપણ વાંચો: NEET પેપર લીક કેસના આરોપી શંભુ શરણ રામને આગોતરા જામીન મળ્યા –

આ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીએ હક અને આલમ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઇઓ પણ લાગુ કરી હતી. હકને હજારીબાગ માટે સિટી કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આલમને નીટ યુજી-૨૦૨૪ પરીક્ષાના સંચાલન માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સીબીઆઇએ આ કેસમાં ૪૮ લોકોની ધરપકડ કરી છે. સીબીઆઇએ આ પેપર લીકના લાભાર્થી ઉમેદવારોની પણ ઓળખ કરી છે અને જરૂરી કાર્યવાહી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સાથે તેની વિગતો પણ શેર કરી છે.

એજન્સીએ ૧ ઓગસ્ટના રોજ ૧૩ આરોપીઓ સામે તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે કથિત માસ્ટરમાઇન્ડ પૈકીના એક પંકજ કુમારે હક અને આલમ સાથે મળીને કામ કર્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…