વિસર્જન કરીને બાપ્પાને રેઢા મૂક્યા ભક્તોએ, ફેમસ એક્ટરે ભર્યું એવું પગલું કે…

17મી સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના દિવસે મુંબઈના વિવિધ દરિયા કિનારે દુંદાળા દેવ ગણેશજીનું વિસર્જન કરીને ભક્તો તો પોત-પોતાના ઘરે જતા રહ્યા. પરંતુ બીજા જ દિવસે ટીવી ઈન્ડસ્ટ્રીના એક જાણીતા અભિનેતાએ કંઈક એવું કર્યું કે ફેન્સ તેના વખાણ કરતાં થાકી નથી રહ્યા. આ એક્ટરે બીચ પર જઈને સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, કાદવ-કીચડમાં ફસાઈ ગયેલી મૂર્તિઓને બહાર કાઢી હતી. ચાલો જોઈએ કોણ છે આ અભિનેતા…
હીં વાત થઈ રહી છે ટીવી એક્ટર રીત્વિક ધનજાની. સોશિયલ મીડિયા પર રીત્વિકના ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે મુંબઈના બીચની સફાઈ કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સ આ ફોટો અને વીડિયો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
મુંબઈ સહિત દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ગણેશોત્સવનો તહેવાર ઉજવવામાં આવે છે. 10 દિવસ સુધી ભક્તો બાપ્પાની પૂજા-અર્ચના કરીને આખરે 10મા દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. આ તહેવાર મુંબઈગરાની સાથે સાથે સેલેબ્સ પણ ખૂબ જ ધમધૂમથી ઉજવે છે. મુંબઈમાં એટલી મોટી સંખ્યામાં વિસર્જન થાય છે કે બીજા દિવસે મૂર્તિઓ કિનારા પર તણાઈ આવે છે.
આપણ વાંચો: Gujarat માં અમદાવાદ સહિતના મહાનગરોમાં ગણેશ વિસર્જન કુંડ તૈયાર
રીત્વિક વિસર્જનના બીજા દિવસે મુંબઈના બીચ પર સાફ-સફાઈ કરતાં જોવા મળ્યો હતો અને મોજા સાથે તણાઈ આવેલી, કાદવમાં ફસાઈ ગયેલી મૂર્તિઓને બહાર કાઢવાનું કામ પણ કર્યું હતું. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં એક્ટર આ તમામ મૂર્તિઓને કાઢીને એક જગ્યાએ ભેગી કરતો જોવા મળી રહ્યો છે.
રીત્વિકનો આ વીડિયો જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા અને કમેન્ટ કરીને તેની ક્લીન ડ્રાઈવના વખાણ પણ કર્યા હતા. જોકે, કેટલાક લોકો રીત્વિકને ટ્રોલ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પડી ગયા ફોટો અને વીડિયો… હવે ઘરે જઈને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી દેજો. સોશિયલ મીડિયા પર રીત્વિકના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.