આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના IPS અધિકારીએ પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું! એડવોકેટ મહિલાના આરોપ

અમદાવાદઃ ગુજરાતમાં એક IPS અધિકારીએ અપરણિત હોવાનું કહી યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ ગાંધીનગરના એક IPS અધિકારીએ પોતે અપરણિત હોવાનું કહી મહિલા વકીલને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ હતું. IPS અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. દીકરાનો ફોટો સ્ટેટસમાં મુકતા IPSનો ભાંડો ફૂટ્યો હતો.

ગૃહ વિભાગે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી:
યુવતીએ બીજા લગ્ન કરતાં IPSએ બ્લેકમેલ કરી હોવાની રજૂઆત પણ ફરિયાદમાં કરવામાં આવી છે. તેમાં IPS વિરુદ્ધ ગૃહપ્રધાન, મુખ્યપ્રધાન, ડીજીપી કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન્ટસ ઓથોરિટીને ઇમેલ કરી જાણ કરવામાં આવી છે. તેથી ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

| Also Read: Kolkata rape and Murder Case: સુપ્રીમ કોર્ટે વિકિપીડિયા ને ફટકાર લગાવી, ડોક્ટર્સને પણ આપી ચેતવણી

IPS અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે:
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એક આઇપીએસ અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે. આ IPS અધિકારી જ્યારે અમદાવાદમાં હતા ત્યારે એક એડવૉકેટ યુવતી તેમને 3થી 4 વખત મળી હતી. IPSએ યુવતીને કહ્યુ હતું કે, હું સિંગલ છું તારી સાથે લગ્ન કરવા છે.

યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પતિ અને પરિવારજનોને કરી:
IPS અધિકારીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. IPS લગ્નની લાલચ આપીને અવાર નવાર શારિરીક સંબંધ બાંધ્યા હતા. થોડા મહિનાઓ બાદ IPSની બદલી અમદાવાદમાંથી અન્ય જગ્યાએ થઇ હતી. બાદમાં IPS ક્યારેક ક્યારેક યુવતી સાથે વાતચીત કરતા હતા. જો કે, એક દિવસ IPSએ વોટ્સએપ સ્ટેટ્સ પર તેમના દિકરાનો ફોટો મૂકીને માય સન લખ્યુ હતુ અને તે યુવતી જોઇ જતા IPS પરિણીત હોવાનો ભાંડો ફૂટયો હતો. યુવતીએ તાત્કાલિક IPS સાથે સંબંધ તોડી નાંખ્યા હતા અને યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરીને સાસરીમાં રહેવા જતી રહી હતી.

| Also Read: Kolkata rape and Murder case: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પૂછ્યા આકરા સવાલ, જાણો SCમાં શું કહ્યું…

ફરીથી IPSની બદલી ગાંધીનગર ખાતે થતાં તેમણે યુવતીને ફોન કરીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા હતા. દરમિયાન IPSના ત્રાસથી કંટાળીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પતિ અને પરિવારજનોને કરી હતી. દરમિયાન યુવતી, તેના પતિ સહિત પરિવારજનો દ્વારા PMO, CMO, DG OFFICE અને ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટસ્ ઓથોરિટીને ઇમેલ કરીને જાણ કરી તેમજ લેખિતમાં પણ અરજી કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત