વડોદરા

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર 13 કિ. મિ. લંબાઇમાં સોલાર પેનલથી અ..ધ ..ધ ..ધ વીજળી કરી ઉત્પન્ન

કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહ્વાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખૂબી ઝીલી લીધું છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમિટર લાંબી સોલાર પેનેલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરી છે.

સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં 29.51 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

સરદાર સરોવર નિગમ દ્વારા વર્ષ 2015 માં સમા કેનાલ ખાતે3.6 લંબાઇમાં 33,816 સોલાર પેનલ મૂકવામાં આવી છે. કેનાલથી 22 મિટર ઉંચે 1600 ટનના મોડ્યુલિંગ સ્ટ્રક્ચર સાથે ૧૪ ઇન્વર્ટર તથા બે ટ્રાન્ફોર્મર પણ મૂકવામાં આવ્યા છે.

10 મેગા વોટના આ પ્રોજેક્ટ દુમાડથી વડોદરા શહેરમાં પ્રવેશતા નાગરિકો માટે આકર્ષણ પણ ઉભું કરે છે. આ પરિયોજના થકી અત્યાર સુધીમાં એટલે કે એક દાયકામાં 4.23 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.

નિમેટા પાસે કેનાલ ઉપર સૌથી વધુ લંબાઇ ૪ કિલોમિટર લંબાઇનો સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. 10 મેગા વોટના આ પ્લાન્ટમાં 1623 ટન લોખંડના સ્ટ્રક્ચર ઉપર 33080 સોલાર પેનલ બેસાડવામાં આવી છે. મજાની વાત તો એ છે કે, સરદાર સરોવર નિગમ દ્વારા કેનાલ પાસે પડતર રહેતી જમીનમાં પણ પણ પાંચ મેગા વોટની ક્ષમતા ધરાવતા સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.

આપણ વાંચો: ગીર અભ્યારણમાં સોલાર પાવર પ્લાન્ટ બની ગયો, અધિકારીઓને ખબર પણ ના પડી! ફરિયાદ બાદ કરી કાર્યવાહી

આ માટે 15874 સોલાર મૂકવામાં આવી છે. જે સ્થિતિસ્થાપક છે. એટલે કે, સૂર્યપ્રકાશ પ્રમાણે તેને ફેરવી શકાય છે. આ બન્ને પ્લાન્ટ વર્ષ ૨૦૧૭થી કાર્યરત છે. બન્ને પ્લાન્ટની કુલ મળી અત્યાર સુધીમાં કુલ 15.97 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. કુલ મળી 15 મેગા વોટના સોલાર પ્લાન્ટને નિહાળવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવે છે.

વાઘોડિયા તાલુકાના રવાલ પાસેથી પસાર થતી શાખા નહેરના કાંઠા ઉપર પણ સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.10 મેગા વોટના આ પ્લાન્ટ માટે 33600 પેનલ બેસાડવામાં આવી છે. અહીં 10 ઇન્વર્ટર, 2 ટ્રાન્ફોર્મર પણ રાખવામાં આવ્યા છે.

આ પ્લાન્ટને ઉભો કરવા માટે 443 ટન લોખંડનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. વર્ષ 2017થી કાર્યરત આ પ્લાન્ટમાંથી 9.31 મિલિયન યુનિટી વીજળીનું ઉત્પાદન થયું છે.

આમ, સરદાર સરોવર નિગમ દ્વારા 13 કિલોમિટર લાંબી કેનાલ અને તેના કાંઠા ઉપર ૩૫ મેગા વોટ પ્લાન્ટ માટે 116366 સોલાર પેનલ મૂકી 29.51 મિલિયન યુનિટી વીજળીનું ઉત્પાદન કર્યું છે.

આપણ વાંચો: સૌરક્રાંતિથી ઝળહળ્યું ગુજરાત : રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં પ્રથમ

આ યુનિટી સંબંધિત વીજ કંપની દ્વારા મજરે આપવામાં આવે છે. મહત્વ એ વાતનું છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પાદિત કરવામાં આવી રહી છે. છે ને આમ કે આમ, ઔર ગુટલી ઓ કે ભી દામ જેવી વાત !

ગુજરાતની ભૌગોલિક સ્થિતને જોતા સામાન્ય સંજોગોમાં સવારના 7.30 વાગ્યાથી સાંજના 5.45 વાગ્યા સુધી સોલાર પેનલ થકી સૌરઊર્જાનું ઉત્પાદન થઇ શકે છે. તેમાંય બપોરના 11.30 વાગ્યાથી 3.30 વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન મહત્તમ સૌરઊર્જા મળે છે. મતબલ કે આ ચાર કલાક તેના પીકઅવર્સ છે.

આ પેનલો ઉપર ધૂળ જામી જતી હોય છે. એટલે એક પખવાડિયા દરમિયાન વારાફરતી તમામ પેનલો સાફ થઇ જાય એ રીતે સફાઇ કરવામાં આવે છે. સૂર્યપ્રકાશ ના હોય ત્યારે પ્રતિદિન 50 થી 60 પેનલની સફાઇ કરવામાં આવે છે. તેને ડસ્ટરથી જ સાફ કરવામાં આવે છે.

Show More

Related Articles

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?