નેશનલ

વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું, લોકો પાયલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી…

રાજસ્થાનના ચિત્તોડગઢ-ભીલવાડા રેલવે ટ્રેક પર સોનિયાના અને ગંગરાર વચ્ચે મોટી દુર્ઘટના પાયલટની સાવચેતીથી ટળી ગઈ હતી. જે ટ્રેક પરથી વંદે ભારત પસાર થવાની હતી તે ટ્રેક પર કેટલાક બદમાશોએ પથ્થરો મુક્યા હતા. અચાનક લોકો પાયલટની નજર ટ્રેક પર એકઠા થયેલા પથ્થરો પર પડી હતી. લોકો પાયલોટે અચાનક જ બ્રેક મારીને ટ્રેનને રોકી હતી. પથ્થરો ખસેડવા માટે થઇને વંદે ભારત ટ્રેન 10 મિનિટ સુધી રોકવી પડી હતી. પાટા પરથી પથ્થરો હટાવ્યા બાદ ટ્રેન ફરી ચાલુ કરવામાં આવી હતી.

રેલવેના જણાવ્યા મુજબ વાસ્તવમાં ગંગરાર-સોનિયાના વચ્ચેના રેલવે ટ્રેક પર પથ્થરો મુકવામાં આવ્યા હતા. આ સિવાય ગલ પ્લેટ પર એક-એક ફૂટના બે સળિયા પણ મૂકવામાં આવ્યા હતા. જે સમયે વંદે ભારત ટ્રેન ઉદયપુર-જયપુર તરફ જવા માટે પસાર થવાની હતી. તે સમય દરમિયાન જ આ કાવતરું કરવામાં આવ્યું હતું. જો કે પાયલોટને ધ્યાન રાખતા ટ્રેક પર રાખવામાં આવેલા પથ્થરો પર નજર પડી. કોઈપણ પ્રકારની દુર્ઘટનાને રોકવા માટે લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી.

આ ઘટના RPF પોસ્ટ ભીલવાડાના ક્ષેત્ર હેઠળ લગભગ 09:55 સુમારે બની હતી. આ સ્થાન ચિત્તોડગઢ જિલ્લામાં એસએચઓ/ગંગરારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સમાચાર મળતાની સાથે જ ડીએસસી અજમેર, આઈપીએફ ભીલવાડા, સિનિયર સેક્શન એન્જિનિયર ગંગરાર અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નોંધનીય છે કે 27 સપ્ટેમ્બરના રોજ યુપીના મથુરા જંક્શન પર મોડી રાત્રે ટ્રેન દુર્ઘટના થઈ હતી.

શકુર બસ્તી તરફથી આવતી એક EMU ટ્રેન મથુરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ચૂક્યા હતા જેના કારણે કોઈ જાનહાનિ થઇ નહોતી. આ મામલે રેલવે પ્રશાસનની તપાસમાં એવો ખુલાસો થયો હતો કે ટ્રેનમાં હાજર પાંચેય લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને નશામાં હતા. આ તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button