આપણું ગુજરાત

આમ હોય ? પાટણની તો પથારી ફરી ગઈ, એક મહિનામાં 10 હજાર દર્દીઓની સારવાર !

રાજ્યમાં આવખતે પડેલા સવા સો ટકા વરસાદ,જળ જમાવ અને પાણી ભરાઈ રહેવાના કારણે ફેલાયેલા મચ્છરર્જન્ય રોગચાળાએ મોટા શહેરોમાં માથું ઉચક્યું છે. રાજ્યના ચાર મહાનગર સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ પછી ભૂજમાં ભેદ ભરમ વળી બીમારીએ ચિંતા વધારતા લગભગ 19 મોત નિપજ્યાં છે.

ત્યારે બીમારીના સમાચાર ઉત્તર ગુજરાતનાં પાટણથી આવી રહ્યા છે જ્યાં મચ્છરજન્ય રોગચાળાના પરિણામે છેલ્લા એક મહિનામાં 10 હજાર દર્દીઓએ સારવાર લેવી પડી છે. અહીં કેટલાક સમયથી ડેન્ગ્યુ, મેલેરિયા, હિપેટાયટીસ અને વાયરલ ફીવરના રોગચાળાએ માથું ઊંચક્યું છે.

પાટણની સરકારી હોસ્પિટલ્સ ઉભરાઇ છે. દર્દીઓની લાંબી કતાર છે અને દવા માટે પણ પડાપડી થઈ રહી છે. આવી જ સ્થિતિ ખાનગી દવાખાનાની પણ છે, પાટણ શહેરની સરકારી હોસ્પિટલોમાં દરરોજની OPD- 600થી 700 દર્દીઓની છે. જેમાં ખાસ કરીને નાના બાળકોમા ડેન્ગ્યુની બીમારી વધી રહી છે સાથે વાયરલ ફીવરના પણ કેસો વધી રહ્યા છે.

આપણ વાંચો: વરસાદી આફતો બાદ હવે રોગચાળાનો ભય, સુરતમાં 16ના મોત

પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળો

રાજીના કેટલાય વિસ્તારોમાં ડેન્ગ્યુના પ્રકોપ ધરાવતા લક્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે, પાટણ શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં અત્યારે બાળકોમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા હોવાની આશંકા પરવર્તી રહી છે. સાથે જ મચ્છરજન્ય મેલેરિયા, ટાઈફોઈડ તેમજ વાયરલ ફીવરના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે.

જો કે ભાદરવા મહિનાના આકરા તડકા હજુ વર્તાઇ નથી રહ્યા કારણ કે આ વચ્ચે પણ હવામાન વિભાગની આગાહી હજુ વરસાદની છે. મિશ્રા ઋતુના કારણે રોગચાળો વધુ વકરી શકે છે. હાલમાં વાતાવરણ સવારે ઠંડુ અને બપોરે ગરમી ફરી રાત્રે ઠંડુ રહેવાને લઈ સીઝનલ તાવ , શરદી , ખાંસી જેવા રોગ વકરી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…