આપણું ગુજરાત

વડાપ્રધાન મોદીનાં જન્મદિન નિમિત્તે ‘સેવા પખવાડિયા’નો હીરામણી આરોગ્યધામમાં પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણિ આરોગ્યધામ, અડાલજ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ડીસ્ટ્રીકટ શાખાનાં સંયુક્ત ઉપક્રમે આજરોજ હીરામણિ આરોગ્યધામ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની સાંસદ નિધિ માંથી રૂ. 30 લાખ ની ગ્રાન્ટમાંથી 250 દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઈડ ડીવાઈસ (શ્રવણયંત્ર)ની કીટ ફાળવવામાં આવી છે જે પૈકી આજ રોજ 100 દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઈડ ડીવાઈસ (શ્રવણયંત્ર)ની કીટ વિતરણ કરવામાં આવેલ. માનનીય આરોગ્યમંત્રી અને રાજયસભા સાંસદનાં હસ્તે પ્રતિક તરીકે દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઇડ ડીવાઈસ આપવામાં આવી, માનનીય મંત્રીએ રક્તદાન શિબિરની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે રાજયસભા સાંસદ નરહરિ અમીનનાં આમંત્રણને માન આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હીરામણિ આરોગ્યધામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી હસ્તે પણ પાંચ દિવ્યાંગ બાળકોને પ્રતિક રૂપે હિયરીંગ એઇડ ડીવાઈસ કીટ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ત્યારબાદ રક્તદાન શિબિરની મુલાકાત લીધી હતી અને હિયરીંગ એઇડ ડીવાઈસનાં લાભાર્થી બાળકોને અને વાલીઓને પણ રૂબરૂ મળ્યા હતા.

રાજયસભા સાંસદ નરહરિ અમીને માનનીય મુખ્યમંત્રીનું સ્વાગત કરીને પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, તેઓના આમંત્રણને માન આપીને કોઈપણ પ્રોટોકોલ વગર મહારકતદાન શિબિર કાર્યક્રમમાં ગરિમામયી ઉપસ્થિતિ માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

મહારકતદાન શિબિરમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ નું રાજ્યસભા સાંસદ નરહરિ અમીન દ્વારા સ્વાગત કરીને પ્રાસંગિક ઉદ્દબોધન કરતા હીરામણિ આરોગ્યધામ ખાતે બ્લડ ડોનેટ કરનાર યુવાનોનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે, પોતાની સાંસદનિધિ માંથી રૂ. 30 લાખની ગ્રાન્ટ 250 દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઇડ ડીવાઈસની કીટ માટે ફાળવી છે.

જે પૈકી આજ રોજ 100 દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઈડ ડીવાઈસ (શ્રવણયંત્ર)ની કીટ વિતરણ કરવામાં આવેલ, જે બાળકોને સાંભળવામાં મદદરૂપ થશે. ઉપરાંત યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 75 માં વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેઓને હજી વર્ષોવર્ષ દેશની ઉત્તરોતર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પ્રવચન કરતાં આરોગ્યમંત્રીએ જનસહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણિ આરોગ્યધામનાં માધ્યમથી જે સેવાકીય પ્રવૃતિનો આરંભ થયો છે તેને બિરદાવી હતી, અને નરહરિભાઈ તો 365 દિવસ સેવાકીય પ્રવૃતિઓ કર્યા જ કરે છે.

એમ જણાવતા ઉમેર્યું હતું કે વડાપ્રધાન પણ લોકોની લાગણીઓને માન આપીને સેવાકીય પ્રવૃતિઓ સાથે જ જન્મદિન ઉજવવાનો આગ્રહ રાખે છે. ભાજપ નાં પદાધિકારીઓ, હોદ્દેદારો દ્વારા પણ એક પખવાડિયું સેવાકીય કાર્યો, સ્વચ્છતા ઝુંબેશની જે પ્રવૃત્તિ થશે એને બિરદાવી હતી. માનનીય આરોગ્ય મંત્રીએ હીરામણિ દ્વારા ચાલતી આવી બ્લડ ડોનેશન, હિયરીંગ એઇડ ડીવાઈસ વિતરણ જેવી સેવાકીય પ્રવૃતિઓ માટે અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ તથા સોલા સિવિલ હોસ્પિટલનાં મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રીમતી દિપીકાબેન સિંઘલ ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે પણ દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઇડ ડીવાઈસની કીટ આપવામાં આવી હતી.

મહારકતદાન શિબિરને સફળ બનાવવામાં NICM ગાંધીનગરનો સ્ટાફ, હીરામણિ સ્કૂલના સ્ટાફ, અન્નપૂર્ણા હોસ્ટેલનાં યુવાનો, નીલદીપ કોલેજનાં યુવાનો ઉપરાંત શ્રી દિનેશ શર્મા, પ્રકાશ ગુર્જર, હાર્દિકસિંહ ડોડીયાનાં યુવાન કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન 201 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને 100 દિવ્યાંગ બાળકોને હિયરીંગ એઇડ ડીવાઈસ કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટનાં ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી ડૉ વરૂણ અમીન, પંકજભાઈ દેસાઈ, ટ્રસ્ટનાં CEO ભગવતભાઈ અમીન, ડૉ. આર. કે. પટેલ, પ્રશાંતભાઈ અમીન, ડૉ. વિદ્યુત દેસાઈ, પ્રવિણચંદ્ર અમીન, ડૉ. વિશ્વાસ અમીન, હિતેશ પટેલ (પોચી), ઘનશ્યામભાઈ અમીન, આર સી. પટેલ, વિજુલબેન અમીન, સહિત મોટી સંખ્યામાં રક્તદાતાશ્રીઓ, દિવ્યાંગ બાળકોનાં વાલીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button