આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકાર મરાઠવાડાના વિકાસના વચનો પૂરા કરવામાં નિષ્ફળ: અંબાદાસ દાનવે

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ સોમવારે રાજ્ય સરકારની મરાઠવાડાના વિકાસ માટે ગયા વર્ષે આપેલા વચનો પાળવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરી હતી.

મીડિયા સાથે વાત કરતા, શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે અગાઉ વચન આપ્યું હતું તેમાંથી 5 ટકા પણ ભંડોળ પૂરું પાડ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અગાઉની પ્રતિબદ્ધતાઓ અધૂરી રહી હોવા છતાં 17 સપ્ટેમ્બરે વધારાની ઘોષણાઓ કરે તેવી અપેક્ષા છે.

દાનવેના જણાવ્યા અનુસાર સરકારે મરાઠવાડા માટે રૂ. 37,016 કરોડ આપવાની જાહેરાત કરી હતી, જેમાં દુષ્કાળની મુશ્કેલીઓનો સામનો કરવા માટે પશ્ર્ચિમી નદીઓમાંથી પાણી લાવવા માટે રૂ. 14,000 કરોડનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: અપશબ્દો કહેનારા અંબાદાસ દાનવેને રાહત

જો કે, પ્રોજેક્ટના અભ્યાસ માટે માત્ર રૂ. 60 કરોડની ફાળવણી સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવી હતી, કામની ગતિ આવી હોય ત્યારે એવી ચિંતા ઊભી થઈ છે કે પ્રોજેક્ટ પૂર્ણ થવામાં 20 વર્ષનો સમય લાગી શકે છે.

એ જ રીતે, પીડબ્લ્યુડીએ પ્રોજેક્ટ માટે અપેક્ષિત રૂ. 12,938 કરોડમાંથી માત્ર રૂ. 304 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે આઝાદીના નાયક દગડાબાઈ શેલ્હેના સ્મારકને માટે જગ્યા નક્કી નથી કરવામાાં આવી અને રૂ. 3,255 કરોડની દુધાળા પશુ વિતરણ યોજના પર પુનર્વિચાર કરવા બદલ પ્રશાસન પર પ્રહારો કર્યા હતા.

અહેવાલ મુજબ, દાનવેએ રાજ્ય પર મરાઠવાડાના વિકાસની અવગણના કરવાનો આરોપ મૂક્યો અને પૂછ્યું કે જો તેઓ પાળી ન શકે તો આવા વચનો શા માટે આપવામાં આવ્યા. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button