2,11,93,27,18,75,000 રૂપિયાની સંપત્તિ હોવા છતાં ભાડાના 2BHK ફ્લેટમાં રહે છે આ અબજોપતિ, જાણો કેમ?
દુનિયામાં અનેક લોકો એવા હોય છે કે જેઓ ભાડાના મકાનમાં રહે છે અને એના ઘણા કારણો હોય છે, જેમ કે કાં તો સતત આસમાનને આંબી રહેલાં પ્રોપર્ટીમાં ભાવ કે પછી નબળી આર્થિક સ્થિતિ. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયાના અબજોપતિઓની યાદીમાં ટોપ પર રહેતાં અબજોપતિ પણ ભાડાના ઘરમાં રહે છે તો વાત માનવામાં આવે ખરી? ભલે માનવામાં ના આવે, પણ હકીકત છે. ચાલો તમને જણાવીએ આખરે કોણ છે એ ઉદ્યોગપતિ અને આખરે એવી તે શું મજબૂરી છે એ-
આ પણ વાંચો : Elon Muskની કંપની ‘Neuralink’ દ્વારા માનવ મગજમાં સફળતાપૂર્વક ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં આવી
તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે Elon Muskની ગણતરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં કરવામાં આવે છે. 252.5 અબજ ડોલર એટલે કે 2,11,93,27,18,75,000 રૂપિયાની સંપત્તિના માલિક એલન મસ્ક ભલે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક હોય, લોકો ભલે એમની શાન-ઓ-શૌકત જોઈને ચોંકી ઉઠતા હોય, પણ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એલન મસ્ક ભાડાના મકાનમાં રહે છે.
ટેસ્લા, એક્સ અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્ક જે ઘરમાં રહે છે, તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. લોકો તેમના ઘરના ફોટો જોઈને ચોંકી ઉઠ્યા હતા. બે રૂમના આ મકાનને જોઈને કોઈને પણ વિશ્વાસ નહીં થાય કે એલન મસ્ક જેવો ધનવાન વ્યક્તિ અહીં રહેતો હશે. આ મકાનનું ભાડું 50 હજાર ડોલર છે, જેમાં ટુ બેડરૂમ હોલ કિચન છે. આ વાતનો ખુલાસો એલન મસ્કની બાયોગ્રાફી લખનારા લેખક વોલ્ટર ઈસાકસને કર્યો છે. તેમણે મસ્કના ઘરના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યા છે.
આ પણ વાંચો : X પર શરુ થયું WhatsApp જેવું ફીચર, આ યુઝર્સ ઉપયોગ કરી શકાશે
ચાર વર્ષ પહેલાં એટલે કે 2020માં એલન મસ્કે પોતાની 5 રેસિડેન્શિયલ પ્રોપર્ટીઓ વેચી નાખી હતી અને હમણાં થોડાક સમય પહેલાં જ તેમણે કેલિફોર્નિયાના હિલ્સબોરો ખાતે આવેલું પોતાનું છેલ્લું ઘર પણ આશરે 32 મિલિયન ડોલરમાં વેચી નાખ્યું હતું. આલિશાન પ્રોપર્ટી વેચીને મસ્ક ટેક્સાસના બોકા ચિકા ખાતે સ્પેસ એક્સ પાસેથી ઘર ભાડા પર લીધું છે.
જોકે, બહવે તમને પણ હવે એ સવાલ સતાવી રહ્યો હશે કે આખરે પોતાના આલિશાન ઘર વેચીને તેમ પ્રોપર્ટી રેન્ટ કરીને રહેવાનું પસંદ કર્યું બરાબર ને? તો તમારા સવાલનો જવાબ એવો છે કે મસ્કે આલિવોલ્ટર ઈસાકસને જણાવ્યું હતું કે મસ્કે પોતાના આલીશાન ઘર વેચીને ભાડાના મકાનમાં રહેવાનો નિર્ણય કેમ કર્યો એનો ખુલાસો તેઓ પોતાના પુસ્તકમાં કરશે, એટલે જો આ સવાલનો જવાબ જાણવો હશે તો એલન મસ્કની બાયોગ્રાફી વાંચવી જ રહી ભાઈસાબ….