… અને Amitabh Bachchan બેહોશ થતાં થતાં રહી ગયા!
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાંથી એક એવા Amitabh Bachchan છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં બિગ બી પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે જ પ્રોફેશનલ લાઈફને કારણે પણ લાઈમલાઈટમાં રહે છે.
બિગ બી અત્યારે કૌન બનેગા કરોડપતિ 16ની સિઝન હોસ્ટ કરી રહ્યા છે અને આ શોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા કરીને ફેન્સ અને દર્શકોનું મનોરંજન કરે છે. આવા જ એક કિસ્સામાં તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે એક દિવસ દરવાજા પર ઊભા રહેલાં એક વ્યક્તિને જોઈને બેહોશ થતાં થતાં રહી ગયા હતા, આવો જોઈએ શું છે આ કિસ્સો અને કોણ હતી એ વ્યક્તિ-
વાત જાણે એમ છે કે બિગ બીની સામે હોટસીટ પર બેઠા હતા પદ્મશ્રી ડો. અભય અને ડો. રાની બેંગ. એ સમયે તેમણે આ ઈન્ટરેસ્ટિંગ કિસ્સો શેર કર્યો હતો. બિગ બી સાથે વાતચીત કરતાં કરતાં તેણે ડો. રાની બેંગને તેમના મનગમતા સિંગર વિશે સવાલ કર્યો હતો, જેના જવાબમાં તેમણે જણાવ્યું કે દિવંગત પોપ સિંગર માઈકલ જેક્સન ખૂબ જ ગમતા હતા.
આપણ વાંચો: Abhishek-Aishwaryaના ડિવોર્સના ન્યુઝ વચ્ચે Amitabh Bachchanને આ કોની યાદ સતાવી?
આ સાંભળતા જ બિગ બીએ માઈકલ જેક્સન સાથેની પોતાની મુલાકાતનો કિસ્સો જણાવતા કહ્યું હતું કે કઈ રીતે માઈકલ જેક્સને ન્યૂયોર્કમાં તેમના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો.
બિગ બીએ જણાવ્યું કે હું ન્યૂયોર્કની એક હોટેલમાં રોકાયો હતો અને એ સમયે માઈકલ જેક્સને મારા રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો. મેં દરવાજો ખોલીને માઈકલ જેક્સનને ઊભેલા જોયા. હું લગભગ બેહોશ થવાની તૈયારીમાં જ હતો, પણ આખરે મેં મારી જાત પર કાબૂ મેળવ્યો. મેં એમની સાથે શેકહેન્ડ કર્યું અને તેમણે મને પૂછ્યું કે શું આ તમારો રૂમ છે? મેં કહ્યું હા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે તેઓ ખોટા રૂમમાં આવી ગયા છે.
બિગ બીએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ એક સારા સિંગર હોવાની સાથે સાથે એક અસાધારણ વ્યક્તિત્વના માલિક હતા. એટલું જ નહીં પણ તેઓ ખૂબ જ વિનમ્ર હતા, જે એક સારા કલાકારની ઓળખ છે.