Natasa Stankovik જોવા મળી આ ખાસ વ્યક્તિ સાથે, પેપ્ઝને જોઈને કર્યું કંઈક એવું કે…
મોડેલ અને એક્ટ્રેસ Natasa Stankovik અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર Hardik Pandyaએ આ જ વર્ષે જુલાઈ મહિનામાં જ ડિવોર્સની જાહેરાત કરી ફેન્સને ચોંકાવી દીધા હતા. જોકે, લાંબા સમયથી કપલ વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચા તો ચાલી જ રહી હતી અને ડિવોર્સ એનાઉન્સ થતાં જ નતાસા ચાર વર્ષના દીકરા અગસ્ત્યને લઈને સર્બિયા જતી રહી હતી. હવે ડિવોર્સના બે મહિના બાદ જ નતાસા સ્ટેનકોવિક ઈન્ડિયા પાછી ફરી છે અને ત્યારથી જ તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે નતાસા હવે પોતાના ખાસ ફ્રેન્ડ સાથે જોવા મળી હતી અને પેપ્ઝે બંનેનો વીડિયો પણ બનાવ્યો હતો. આવો જોઈએ કોણ છે આ ખાસ ફ્રેન્ડ-
ઈન્ડિયાના આવ્યાના અઠવાડિયા બાદ જ નતાસા ફરી એક વખત પોતાના ખાસ ફ્રેન્ડ એલેકઝાંડર એલેક્સ સાથે જોવા મળી હતી. એલેક્ઝાંડર અને નતાસા આ પહેલાં પણ અનેક વખત સાથે જોવા મળી ચૂક્યા છે. એલેકઝાંડર એક ફિટનેસ કોચ, મોડેલ અને એક્ટર છે. ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે તે બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણીનો બોયફ્રેન્ડ છે.
નતાસા અને એલેકઝાંડર સાથે જોવા મળતા ફરી જાત-જાતની અટકળો લગાવવામાં આવી રહી છે. ઈન્ડિયા આવતાં જ નતાસાએ એલેકઝાંડર સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને હવે અઠવડિયા બાદ બંને જણ ફરી સાથે જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નતાસાએ આ સમયે વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે. જ્યારે એલેકઝાંડરે કેઝ્યુઅલ આઈસી બ્લ્યુ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યું હતું. બંને જણે પેપ્ઝને સાથે વેવ કરીને પોઝ પણ આપ્યો હતો.
જોકે, આ પહેલી વખત નથી કે એલેકઝાંડર અને નતાસા એતક સાથે જોવા મળ્યા હતા. મે મહિનામાં જ્યારે હાર્દિક અને નતાસાના ડિવોર્સની અટકળો લગાવવામાં આવી રહી હતી એ સમયે પણ બંને જણ મુંબઈના રસ્તા પર સાથે સ્પોટ થયા હતા.