મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ગણેશોત્સવમાં અંબાણી પરિવારે મહેમાનોને Return Giftમાં આપી આ ખાસ વસ્તુ…

Ambani Familyએ પણ ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઊજવણી કરી અને એન્ટિલિયા ચા રાજાનો દબદબો જોઈને જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ. અંબાણી પરિવારને ત્યાં ઉજવણી હોય એટલે સ્પેશિયલ તો હોવાની જ પરંતુ આ ઉજવણી વધારે સ્પેશિયલ બની ગઈ નવી નવી પરણીને આવેલી વહુ રાધિકા મર્ચન્ટને કારણે. હવે આ બધા વચ્ચે ચર્ચા થઈ રહી છે અંબાણી પરિવારે મહેમાનોને આપેલા રિટર્ન ગિફ્ટની. આવો જોઈએ અંબાણી પરિવારે શું આપ્યું રિટર્ન ગિફ્ટમાં-
ગણેશ ચતુર્થીના દિવસે Nita Ambani-Mukesh Ambaniએ વિઘ્નહર્તા ગણેશજીનું સ્વાગત કર્યા બાગ મહાપૂજાનું આયોજન કર્યું હતું, જેમાં પરિવારના સદસ્યોની સાથે સાથે જ બોલીવૂડના સેલેબ્સે પણ હાજરી આપી હતી, જેમના સ્ટાઈલ અને ફેશન સેન્સની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.

સેલેબ્સના લૂક્સની ચર્ચા વચ્ચે અંબાણી પરિવાર દ્વારા આયોજિત આ મહાપૂજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સેલેબ્સના હાથમાં અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવેલી સ્પેશિયલ રિટર્ન ગિફ્ટ જોવા મળી રહી છે. અંબાણી પરિવારે મહાપૂજામાં હાજરી આપનારા મહેમાનોને ચાંદીની રિટર્ન ગિફ્ટ આપી છે.

આ પણ વાંચો : કંઈક આ રીતે Mukesh Ambani-Nita Ambaniએ કર્યું બાપ્પાનું સ્વાગત, વીડિયો થયો વાઈરલ…

વાઈરલ વીડિયોમાં સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન હાથમાં ચાંદની ટોકરી જેવી વસ્તુ પકડીને એન્ટિલિયાથી બહાર આવતા જોવા મળ્યા હતા. આ સમયે સારા અલી ખાને સરસ મજાનું કલરલફૂલ ચંદેરી લહેંગો પહેર્યો હતો અને એની સાથે પર્પલ કલરનો બ્લાઉઝ અને ગોલ્ડન કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો.

આ જ ઈવેન્ટનો એક બીજો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર પણ આવી જ ચાંદીની બાસ્કેટ હાથમાં પકડીને ઊભેલી જોવા મળે છે. જોકે, આ પહેલી વખત નથી કે જ્યારે અંબાણી પરિવારે ફંક્શનમાં આવેલા મહેમાનોને મોંઘી અને મૂલ્યવાન રિટર્ન ગિફ્ટ્સ આપ્યા હોય

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…