ધર્મતેજ
સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટેલા દેવાધિદેવ શ્રી ગણેશ
યુગે યુગે અવતાર ધારણ કરનારા શ્રી ગણેશનો ચોથો અવતાર કળીયુગમાં ધારણ કરવાનો વર્તારો
વિશેષ -કબીર સી. લાલાણી
- પુરાણો-શાસ્ત્રોના ઉલ્લેખમાં જણાવ્યાનુસાર દરેક દેવતાએ ભક્તિભાવ સાથે ગણેશ વંદના કરેલી છે.
- તવારિખના પૃષ્ઠો પલટાવવાથી જાણવા મળે છે કે, છત્રપતિ શિવાજી મહારાજને મારવા અફઝલ ખાન આવે છે, તેવી બાતમી સમર્થ સ્વામી રામદાસને મળી ત્યારે શિવાજી મહારાજના રક્ષણ અને વિજય માટે ગણેશ પ્રાર્થના કરતી વક્રતુંડની સ્તુતિ લખેલી છે જે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક તા. ૧૬-૯-૧૬૭૬ સજ્જનગઢ ખાતે રજૂ કરેલી છે જે આજે એકવીસમી સદીમાં પણ નિત્ય ગવાય છે અને આરતીનું રૂપ ધારણ કરી લીધું છે.
- મહારાષ્ટ્રમાં પ્રથમ ગણેશોત્સવ શિવાજી મહારાજ અને સમર્થ સ્વામી મહારાજ રામદાસે ભેગા મળીને ભાદરવા સુદ ચોથથી માઘ-માહ મહિનાની સુદ પાંચમી સુધી-પાંચ મહિના ચલાવેલો.
- ૧૮૯૨માં દક્ષિણ મુંબઈમાં આવેલ ગિરગામ ચાલીમાં કેશવજી નાયકે પ્રથમ ગણેશોત્સવ ઉજવ્યો હોવાનું જાણવા મળે છે.
- લોકમાન્ય તિલકે અંગ્રેજોની હુકુમત (સત્તા) સામે સ્વતંત્રતા અને સ્વરાજ મેળવવાના હેતુથી ધાર્મિક નહીં પણ દેશભક્તિને મદ્દેનજર (નજર સમક્ષ) રાખી આઝાદી માટે જાગૃત કરવા પ્રજા સંગઠન માટે ગણેશોત્સવને સામૂહિક * સાર્વજનિકરૂપ ધારણ કરાવ્યું.
*એટલું જ નહીં પણ
- લોકમાન્ય તિલકે પ્રાચીનકાળની ગણેશ પૂજાને પુન:જીવિત કરવા તેને વિરાટ સ્વરૂપ આપ્યું.
પ્રિય વાચક મિત્રો! શ્રી ગણેશે જુદા જુદા સમયે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે અવતારો ધારણ કરેલા છે:
- સત્યયુગમાં કાશ્યપ મુનિના પુત્ર તરીકે જન્મ્યા; સિંહનું વાહન ધારણ કરેલું.
- ત્રેતા યુગમાં ગણેશ તરીકે જન્મ લીધો અને મયૂરેશ્ર્વર નામે પ્રસિદ્ધ થયા.
- તે વખતે મયૂર તેમનું વાહન હતું.
- દ્વાપર યુગમાં શિવપુત્ર તરીકે અવતાર લીધો અને ગજાનન નામ ધારણ કર્યું.
- સુંદરા સુરનો વધ કર્યો, વણેય રાજાને ગણેશ ગીતા સંભળાવી.
- અને હવે,
- ચોથા યુગ એટલે કલયુગમાં અશ્ર્વ પર આરૂઢ થનારા ધૂમ્રકેતુ તરીકે અવતાર લઈને મ્લેચ્છોનો નાશ કરશે એવો સંકેત વર્તારો છે.
*ગણેશ પુરાણ મુજબ ત્રણ અવતારો થઈ ગયા, ચોથો અવતાર બાકી છે.
શું આપ જાણો છો?
ગણપતિ બાપાના નામ સાથે મોરિયાનું નામ પણ ભક્તો દ્વારા ઉચ્ચારતું હોય છે તેની પાછળની ભાવના એ છે કે-
- મહારાષ્ટ્રમાં પૂણેથી ૬૫ માઈલ દૂર મોરેગાંવ નામનું ગામડું વસેલું છે.
- આશરે ૫૫૦ વર્ષ પૂર્વે, લગભગ ૧૪મી સદીમાં મોરિયા ગાસાવી નામના ભક્ત હતા. તેમણે પોતાના ગામ મયુરેશ્ર્વરમાં ગણપતિ બાપાની ભાવપૂર્વક ભક્તિ-ઉપાસના કરી.
- કહેવાય છે કે, આ પૂજા-ભક્તિ-અર્ચનાના ફળસ્વરૂપે સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ મળી હતી. જે મૂર્તિની સ્થાપના મહારાષ્ટ્રના ચિંચવડમાં મંદિર બનાવી કરી હતી.
- મહારાષ્ટ્રના લોકો આ કારણે જ પોતાના ઈષ્ટદેવ ગણેશજીના નામ સાથે તેના પ્રિય ભક્તનું નામ જોડી દઈ,
- ગણપતિ બાપ્પા મોરિયાના નાદનો ઉચ્ચાર કરે છે.
- દરેક દેવી-દેવાતાઓમાં પૂજ્ય લેખવામાં આવતા.
- બુદ્ધિના દેવતા ગણપતિ બાપ્પા મોરિયા.