નેશનલ

Biharના પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

પટના : બિહારના(Bihar) પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પટના શહેરના મંગલ તળાવ પાસે મનોજ કમલિયા ગેટ પર બની હતી. આ મૃતકની ઓળખ ભાજપ નેતા શ્યામ સુંદર ઉર્ફે મુન્ના શર્મા તરીકે થઈ છે. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. શ્યામ સુંદર મનોજ કમલિયા ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે ગુનેગારોએ તેમને ગોળી મારી હતી. શ્યામ સુંદર ભાજપ તરફથી પટના સિટી ચોકના ભૂતપૂર્વ મ્યુનિસિપલ બોર્ડ પ્રમુખ હતા.

પરિવારના સભ્યો તેમને હોસ્પિટલ લઈ ગયા
આ ગોળીબાર બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે 6 વાગે માહિતી મળી કે મુન્ના શર્મા નામના વ્યક્તિની ગુનેગારોએ હત્યા કરી છે. પરિવારના સભ્યો તેમને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના સ્થળની આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. જેના આધારે ગુનેગારોની ઓળખ કરવામાં આવશે.

સોનાની ચેઇન ઝૂંટવી ગોળી મારી
આ ઘટના અંગે મૃતકના મિત્રએ જણાવ્યું હતું કે શ્યામ સુંદર ખૂબ જ વ્યવહારુ વ્યક્તિ હતા. તેઓ ભાજપના પટના સિટી ચોકના ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ હતા. અમે રોજ મંગલ તળાવ આવીએ છીએ અને મોર્નિંગ વોક કરીએ છીએ. સવારે જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખબર પડી કે તેમની હત્યા કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે મુન્ના શર્મા મંદિરમાં દર્શન કર્યા પછી બહાર આવ્યા હતા અને કોઈની સાથે વાત કરી રહ્યા હતા.આ દરમિયાન એક બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને તેમના ગળામાંથી ચેઇન ઝૂંટવી, મોબાઇલ ફોન આંચકી લીધો હતો અને માથામાં ગોળી મારીને ભાગી ગયા હતા.જો કે, આ ઘટના લૂંટના ઈરાદે કરવામાં આવી છે કે પછી કોઈ કાવતરું તે તપાસનો વિષય છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button