આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોમ્બે હાઈ કોર્ટમાં એવું કંઈક બન્યું કે સિંગાપોરની સુપ્રીમ કોર્ટના ત્રણ જજ બન્યા હિસ્સો

મુંબઈ: ભારતની ન્યાય પ્રણાલીમાં જનતાને અતૂટ વિશ્વાસ છે, જે પ્રણાલીને જોવા અને જાણવાની દરેકને તાલાવેલી હોય છે. જોકે, તાજેતરમાં સિંગાપોરની સુપ્રીમ કોર્ટના ત્રણ જજે બોમ્બે હાઈ કોર્ટની કામગીરી વખતે ભાગ લીધો હતો.

સિંગાપોરની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુંદરેશ મેનન સહિત ત્રણ ન્યાયાધીશ શુક્રવારે બોમ્બે હાઇ કોર્ટની બેંચનો હિસ્સો બન્યા હતા. સિંગાપોરની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મેનને ઐતિહાસિક સેન્ટ્રલ કોર્ટ રૂમમાં બોમ્બે હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય તેમ જ ન્યાયાધીશ જી.એસ.કુલકર્ણી અને ફિરદોશ પૂનાવાલા સાથે સેરેમોનિયલ બેંચ (આ બેન્ચ – ખંડપીઠ કોઈ ચુકાદો નથી આપતી, ન્યાયમૂર્તિ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે હોય છે) શેર કરી હતી.

ખંડપીઠે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અપાયેલી અનામતને પડકારતી અરજીઓની ટૂંકમાં સુનાવણી કરી હતી. સિંગાપોરની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ રમેશ કન્નને ન્યાયમૂર્તિ નીતિન જામદાર અને ન્યાયમૂર્તિ એમ. એમ. સાઠયે સાથે બેન્ચ શેર કરી હતી અને સિંગાપોરના ન્યાયમૂર્તિ આન્દ્રે ફ્રાન્સિસ મણિયમે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ કે.આર.શ્રીરામ અને ન્યાયમૂર્તિ જીતેન્દ્ર જૈન સાથે સેરેમોનિયલ બેન્ચ શેર કરી હતી.

આપણ વાંચો: બોમ્બે હાઇ કોર્ટમાં મરાઠા અનામત પર સુનાવણી, OBC કમિશનના રિપોર્ટ પર સવાલ

અદાલતે કાર્યવાહી શરૂ કરતા પહેલા સિંગાપોરના મુખ્ય ન્યાયમૂર્તિ મેનનને આવકારી સીજે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘આજે આપણી વચ્ચે સિંગાપોરની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ (ચીફ જસ્ટિસ) ઉપસ્થિત છે એ જણાવતા મને ખૂબ જ થાય છે. 2015માં તેઓ અહીં બોમ્બેમાં હતો. હું ફરી એક વાર તેમનું સ્વાગત કરું છું.’

મહારાષ્ટ્ર સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે માહિતી આપી હતી કે અદાલતમાં જે જગ્યાએ સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર ટિળક સામે સુનાવણી હાથ ધરી તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા એ સ્થળ પર બેન્ચ બેસાડવામાં આવી હતી.

સરાફે જણાવ્યું હતું કે ‘સિંગાપોર અને ભારત વચ્ચે વિચારોના આદાન પ્રદાન અંગે સિંગાપોરના મુખ્ય ન્યાયમૂર્તિ મેનન સિંગાપોર અને આપણા મુખ્ય ન્યાયમૂર્તિ (ડી વાય ચંદ્રચુડ) વચ્ચે વિચારોની આપ લે થઈ હતી.’ મેનને અદાલતમાં હાજર તમામ લોકોનો આભાર માન્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button