આપણું ગુજરાતરાજકોટ

ખુલ્લામાં મૂકીને વરસાદમાં પલાળી કરોડોની સરકારી દવા; હવે જવાબ દેવામાં અધિકારીઓએ તાણી લાંબી લાજ!

રાજકોટ: રાજકોટમાં મોરબી રોડ પર બેડી ચોકડી નજીક આવેલ ગુજરાત મેડીકલ સર્વિસિસ કોર્પોરેશન (GMSCL)ના ગોડાઉનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ચોમાસામાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં ભારે વરસાદના કારણે વેર હાઉસમાં પડેલો કરોડો રૂપિયાનો સરકારી દવાનો જથ્થો અને સાધનો પલળી ગયાની ગંભીર બેદરકારી સામે આવી છે. જો કે ગંભીર બેદરકારી બાદ અધિકારીઓ મોઢે લાંબી લાજ કાઢીને ભાગી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના મોરબી રોડ પર આવેલા ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન (GMSCL)ના વેરહાઉસમાં બહાર બોક્સમાં રાખેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો પલળી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચોમાસાની ઋતુ હોવા છતાં પણ ગોડાઉનની બહાર વરસાદી સિઝનમાં દવાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. વરસાદમાં લીધે પલળી ગયેલી દવામાં એ દવાઓ પણ હતી કે જેની એક્સપાયરી ડેટ 2025 થી 2026ની હતી.

એકબાજુ વરસાદની સિઝન હોવા છતાં પણ ગોડાઉનની બહાર દવાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી દવાઓ પલળી ગઈ છે. માત્ર દવાઓ જ નહિ PPE કીટ – સર્જીકલ આઈટમને પણ ખુલ્લામાં રાખવામાં આવેલી હોવાથી નુકશાની પહોંચી છે.

સાતમ-આઠમની રજાઓ અને વરસાદી વાતાવરણમાં અધિકારીઓએ લોકહિત માટે સરકારએ આપેલી દવાઓની સંભાળ લીધા વિના જ ખુલ્લામાં મૂકી રાખતા મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો પલળી ગયો છે. એક તરફ સરકારી દવાખાનાઓમાં ગરીબ માણસ દવાઓ માટે ધક્કા ખાઈ રહ્યો હોય ત્યારે અધિકારીઓ દ્વારા આવી મોટી ગંભીર બેદરકારી દાખવામાં આવવાથી લોકોમાં પણ રોષ છે. જો કે આ મામલે જવાબદાર અધિકારીઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!