આમચી મુંબઈમહારાષ્ટ્ર

એસટીની હડતાળ યથાવત્: ગણેશોત્સવ ટાણે હજારો પ્રવાસીઓ ફસાયા…

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના કર્મચારીઓની પગાર વધારો તથા અન્ય માગણીઓ સાથેની હડતાળ બુધવારે બીજા દિવસે પણ ચાલુ રહી હતી. ગણેશોત્સવ શરૂ થવાના થોડા દિવસ પહેલા શરૂ થયેલી આ હડતાળને કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

આ પણ વાંચો : કોને ઉધઇ અને શરદ પવાર-ઉદ્ધના માણસો કહ્યા સદાવર્તેએ?

તેમ છતાં પ્રવાસીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે એસટી સત્તાવાળાઓ દ્વારા કોન્ટ્રેક્ટના આધારે બહારથી ડ્રાઇવરો બોલાવવાની વિચારણા કરવામાં આવી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના કર્મચારીઓ સમાન વેતન આપવાની તથા સરકારી ક્ષેત્રમાં તેમના સમકક્ષોના પે-સ્કેલ પ્રમાણે તેમને પણ લાભ આપવાની માગણી એસટીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પગાર વધારો અને અન્ય માગણીઓને લઇને મંગળવારે એસટી કર્મચારીઓએ હડતાળ શરૂ કરી હતી.

આ પણ વાંચો : એસટી બસની હડતાળને મિશ્ર પ્રતિસાદ, તહેવાર ટાણે લોકો અટવાયા

૧૧ ટ્રેડ યુનિયન દ્વારા પોકારવામાં આવેલી હડતાળને કારણે કુલ ૨૫૧માંથી ૯૬ ડેપો સંપૂર્ણ રીતે બંધ છે, ૮૨ આંશિક રીતે બંધ છે અને બાકીના ૭૩ સંપૂર્ણ રીતે કાર્યરત છે, એમ એસટી મહામંડળના પ્રવક્તાએ જણાવ્યું હતું.

બુધવારે સવારે ૬૩ ડેપો બંધ હતા, પરંતુ બપોર સુધીમાં ૯૬ ડેપો સંપૂર્ણ રીતે બંધ થઇ ગયા હતા. આંશિક રીતે બંધ ડેપોની સંખ્યા પર ૭૩થી ૮૨ પર પહોંચી હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં હડતાળ પ્રમાણે ઝડપથી ફેલાઇ રહી છે, જ્યારે અનુક્રમે ૨૬ અને ૩૨ ડેપો સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા.

તેમ છતાં મુંબઈ-પુણે પ્રીમિયમ ઇ-શિવનેરી બસ સેવાને કોઇ અસર પહોંચી નહોતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
એસટી મહામંડળે લાંબાગાળા માટે કોન્ટ્રેક્ટ પર ડ્રાઇવરો બોલાવવાની યોજના બનાવી છે અને તેની માટે શ્રમિકો પૂરા પાડતી એજન્સીઓ પાસેથી બીડ મગાવી છે. જે ડ્રાઇવરો પાસે ભારે વાહનો ચલાવવા માટેનું લાઇસન્સ હોય અને એક વર્ષનો અનુભવ હોય તથા પબ્લિક સર્વિસ બેચ હોય એવા પાત્ર ડ્રાઇવરો સાથે કોન્ટ્રેક્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો : તહેવારોમાં ST Bus ગાયબ: સરકારી કામમાં બસને લેવામાં આવતા પ્રવાસીઓને હાલાકી

જાહેર પરિવહનના વાહનો ચલાવવા માટે પબ્લિક સર્વિસ બેચ હોવાનું જરૂરી હોય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગણેશોત્સવનો પ્રારંભ સાતમી સપ્ટેમ્બર, શનિવારથી થઇ રહ્યો છે ત્યારે મુંબઈ, થાણે અને પાલઘર ડિવિઝનમાંથી ત્રીજીથી સાતમી સપ્ટેમ્બર દરમિયાન બુક થયેલી ૪,૩૦૦ સર્વિસ સહિત કુલ ૫૦૦૦ વધારાની ફેસ્ટિવલ સ્પેશિયલ બસ દોડાવવામાં આવનાર છે.

બુધવારે ૧૦૦૦થી વધુ બસ કોંકણ માટેની હતી.

એસટી મહામંડળે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રિયલ કોર્ટે હડતાળને ગેરકાયદે ગણાવી છે તથા ટ્રેડ યુનિયનો અને કર્મચારીઓને કામે ચઢવા માટે નિર્દેશ કર્યો છે. આ સિવાય ફરજ પર હાજર થવા ઇચ્છનારા લોકોને રોકનારાઓ સામે એફઆઇઆર નોંધવાનો મહામંડળ દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને નિર્દેશ કરવામાં આવ્યો છે.

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!