જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવતા અને ક્રૂર ગ્રહ ગણવામાં આવ્યા છે. શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને એ જ રીતે જ્યારે શનિનું રાશિ પરિવર્તન થાય કે નક્ષત્ર પરિવર્તન થાય તો તેની અસર દરેક વ્યક્તિના જીવન પર પડે છે. હાલમાં શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને અને એને કારણે શશ રાજયોગનું નિર્માણ થયું છે. શાસ્ત્રમાં આ યોગને પંચ મહાપુરુષ યોગ પણ કહેવાય છે અને આ યોગને શુભ માનવામાં આવે છે. શનિ 28 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં ગોચર કરશે અને ત્યાં સુધી આ સમય સુધી ત્રણ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસતી રહેશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે શશ રાજયોગ શુભ પરિણામો આપશે. જો તમે લાંબા સમયથી કોઈ તકની રાહ જોઈ રહ્યા હશો તો તમને એ તક મળી રહી છે. નોકરી કરી રહેલાં લોકોને પગાર વધારો કે બઢતી વગેરે મળી શકે છે. કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની નામના મળી રહી છે. આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્યમાં જો સમસ્યા સતાવી રહી હતી તો તેનું નિરાકરણ આવી રહ્યા હશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે પણ આ શશ રાજયોગનું નિર્માણ શુભ પરિણામ આપી રહ્યા છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ એટલે કે પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ 2025 સુધીનો સમય લાભકારી સિદ્ધ થશે. પરિણીત લોકોનો અધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. માનસિક શાંતિનો અનુભવ થઈ રહ્યો છે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે. માર્ચ, 2025 સુધી કુંભ રાશિના લોકો પર શનિદેવની કૃપા બની રહેશે. વૈવાહિક જીવનમાં પણ ખુશહાલીઓનું આગમન થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તકો મળશે. ઘણા સમયથી અટકી પડેલાં કામ પુરા થવા લાગશે.