મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી દીગંબર જૈન
પોરબંદર નિવાસી હાલ અંધેરી (વે) જયંતભાઈ પી. બ્રોકર (ઉં. વ. ૭૭) ૩-૯-૨૪ના મુંબઈ ખાતે દેહપરિવર્તન થયો છે. તે રૂપાબેનના પતિ. તે રિદ્ધિ તથા પૂજાના પિતા. કુમાર તથા પિનાંગના સસરા તથા આર્જવ અને શુદ્ધિના નાના. તે સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. પ્રસન્નભાઈ, સ્વ. હેમંતભાઈ તથા સ્વ. વિદ્યાબેન માલીયા, ધીરજબેન દાદભાવાળા, જ્યોત્સનાબેન એડનવાળાના ભાઈ. પ્રાર્થનાસભા ૫-૯-૨૪ને ગુરુવાર ૩ થી ૫ સાંજે રાખેલ છે. પ્રાર્થના સ્થળ: વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (પ).
પાટણ જૈન
ખડાખોટડીના પાડાના હાલ મરીન ડાઈવ મણીબેન રમણલાલ ઝવેરીના સુપુત્ર બિપિનભાઈ (ઉં. વ. ૮૮) તે મુકુલબેનના પતિ. નીપાબેન ચેતનભાઈ લાદીવાળાના પિતા. નીનાબેન જગદીશભાઈ સંઘવીના ભાઈ. વર્ધન, નિયોમી, શ્રીયાના નાના. ચીમનલાલ મોહનલાલ શાહ (દવાવાળા)ના જમાઈ સોમવાર, ૨-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જામકંડોરણા નિવાસી હાલ મીરા રોડ – કાંદિવલી સતીષચંદ્ર પ્રભુલાલ મહેતા (ઉં.વ. ૮૨) સોમવાર, તા. ૨-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે મનીષ, હિતેશ, રિતેશના પિતાશ્રી. હેમાલી, કવિતા, જયોતિના સસરા. વિરલ, રાજ, માનસીના દાદા. હરીશભાઈ, કિરણભાઈ, હર્ષદભાઈ, પરિમલભાઈ, સ્વ. ભાનુબેન, મધુબેન, નયનાબેનના ભાઈ. શ્ર્વસુર પક્ષે લાખાપાદર – ઝરીયા નિવાસી હાલ શેગામ દેવચંદ નથુભાઈ રામાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. ડાઈબેન ગડા (પાંચાણી) (ઉં.વ. ૮૪) તા. ૧-૯-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. માલશી પાલણના ધર્મપત્ની. સ્વ. શાંતિલાલ, ચંપકલાલ, ધનલક્ષ્મી, ગુણવંતીના માતા. જયોતિ, દમયંતી, મણીલાલ છેડાના સાસુમા. નયન, રચના, વિવેક, તેજસના દાદી. સ્વ. જેઠાલાલ, સ્વ. રૂપશી ભચુના ભાભી. ભચાઉના સ્વ. સંતોકબેન કાનજી પચાણ નિસરના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ૭૦૨, પ્રકાશ એપાર્ટમેન્ટ, સેંટ જ્યોર્જ ઈંગ્લીશ સ્કુલની સામે, કુરાર વિલેજ, મલાડ ઇસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. દિપ્તી શામજી ગડા (ઉં.વ. ૪૬) રવિવાર, તા. ૧-૯-૨૪ના અવસાન પામેલ છે. લાડુબેન સાંગણ પોપટ ગડાની પૌત્રી. ભાનુબેન શામજીની પુત્રી. શૈલેષ, સ્વ. સમીર, ભાવિનની બેન. નિશાની નણંદ, તિથિ, બંસરીના ફુઈ. સામખીયારીના અમૃતબેન રવજી લખમશી છેડાની દોહિત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. છેડા બિલ્ડીંગ, ૫૦૪, વિરાર વેસ્ટ.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
દિલીપભાઈ કાંતિલાલ શ્રોફના ધર્મપત્ની શકુંતલાબેન શ્રોફ તા. ૩૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચંપાબેન કાંતિલાલ શ્રોફના પુત્રવધૂ. વિજયલક્ષ્મીબેન સુંદરદાસ પોરવાલના દિકરી. સીમા અમરીશકુમાર ગોહિલ, રીમા જનકકુમાર ઝવેર, હેમાંશી પ્રધનેશકુમાર કારિયાના માતુશ્રી. આદિતિ, રીની, ધ્રુમી, પ્રિયાંશી, કિયારાના નાની. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: બ્લોસમ એપાર્ટમેન્ટ, સી વિંગ, ફલેટ નંબર ૦૦૨, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ટોડા હાલે લાખાપરના પ્રભાબેન ચુનીલાલ ઠાકરશી દેઢીયા (ઉં.વ. ૭૫) તા. ૧-૯-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. સાકરબાઇ ઠાકરશી કુંવરજીના પુત્રવધૂ. સ્વ. ચુનીલાલ ઠાકરશીના ધર્મપત્ની. ટુંડાના સ્વ. વેલબાઇ લાલજી લખમશીના સુપુત્રી. પાનબાઇ, ભાણજી, નાનજી, રવીલાલ, જેવંતી, ચંપકના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. નયના શૈલેષ ગોગરી, સારંગ ચાલ, રૂમ નં. ૨૦, અલ્તાફ નગર, શનિ મંદિરની બાજુમાં, ગોલીબાર રોડ, ઘાટકોપર (વેસ્ટ).
રતાડીયા ગણેશના આણંદજી પાસુ છેડા (ઉં.વ. ૯૮) તા. ૧-૯-૨૪ના અવસાન પામ્યા છે. હાંસબાઈ પાસુના પુત્ર. ગંગાબાઈના પતિ. રમણીક, ભરત, ભાનુ (ભારતી), હેમા, સોનલના પિતાશ્રી. ભવાનજી, ટોકરશી, મોરારજી, ઉમરશી, મકાંબાઈ ડુંગરશી, પ્રાગ૫૨ રતનબાઈ તલકશીના ભાઈ. છસરાના સુંદરબાઈ નરશી કમુના જમાઈ. પ્રા. માનવ સેવા સંઘ હોલ, સાયન ટા.૩ થી ૪.૩૦. નિ. આણંદજી પાસુ. સુખ શાંતિ બિલ્ડીગ નં.૨, ફલેટ નં.૨૨, પેડર રોડ, મું. ૨૬.
હાલાપુરના નરેન્દ્ર ટોકરશી ગોસર (ઉં.વ. ૬૩) ૨-૯ના અવસાન પામેલ છે. જ્યોતિના પતિ. ચિરાગ, સૌરભના પિતા. ધનબાઇ ટોકરશીના સુપુત્ર. પ્રફુલ, મહેશ, નયના, દક્ષાના ભાઇ. ભોજાય વેલબાઇ ભવાનજી પાસડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચિરાગ ગોસર, ૩૦૯/આઇ, ગગન માર્વેલ સોસાયટી, લીંક રોડ, ફાયર બ્રીગેડની બાજુમાં, નાલાસોપારા (ઇ.).
નાંગલપુરના ગં. સ્વરૂપ જયશ્રી ખુશાલ ગોગરી (ઉં.વ. ૬૬) ૧-૯-૨૪નાં અવસાન પામેલ છે. સ્વ. ભાણબાઈ જીવરાજ માડણનાં પુત્રવધૂ. સ્વ. ખુશાલનાં ધર્મપત્ની. નયન, ડિમ્પલનાં માતુશ્રી. રતાડીયા (ગં)નાં કંકુબેન ટોકરશીનાં સુપુત્રી. સ્વ. જાદવજી, વસંતનાં બેન. (પ્રાર્થના રાખેલ નથી) ઠે. નયન ખુશાલ ગોગરી, એ-૫૦૪, જયુપીટર લોઢા પેરેડાઈઝ, માજીવાડા (થાણા) ૪૦૦૬૦૭.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ