મરણ નોંધ

હિન્દુ મરણ

હરસોલા વૈષ્ણવ વણિક
શાંતાક્રુઝ હરેન્દ્રભાઇ ચીમનલાલ શાહના પત્ની ગીતાબેન (ઉં.વ. ૭૧) તે ગં.સ્વ. શારદાબેન અને ગૌ. વા. શ્રી ચીમનલાલ ચુનીલાલ શાહના પુત્રવધૂ. વૈશાલી અને હરિતાના માતુશ્રી. દિલીપભાઈ, પંકજભાઈ અને પ્રદીપભાઈના ભાભી. રાહુલભાઈના સાસુ. સ્વ. જમનાદાસભાઈ અને સ્વ. લીલાબેનની પુત્રી તા. ૩૧-૮-૨૪ને શનિવારના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તા. ૫/૯/૨૪ને ગુરુવારે ૫.૦૦ થી ૭.૦૦. હિરાવતી બેંકવેટ હોલ, (સ્ત્રી મંડલ) શાંતાક્રુઝ (પશ્ર્ચિમ). પિયર પક્ષની પ્રાર્થનાસભા પણ સાથે રાખવામાં આવેલ છે. લોકાચાર બંધ છે.
દશા લાડ વણિક
સુરત નિવાસી, હાલ મીરા રોડ, મુંબઈ ગં. સ્વ. હેમલતાબેન મોદી (ઉં.વ. ૯૩) તે સ્વ. મનસુખલાલ નાથાલાલ મોદીના ધર્મપત્ની તા. ૨-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જમયિતરામ અને સ્વ. લલિતાબહેનના પુત્રી. ગિરીશભાઈ, સ્વ. રાજેશભાઈના માતા. અ. સૌ. રાગીણીબહેનના સાસુ. સેજલ, પિનાકીન, દિપેશ, દિપાલીના દાદી. સૌરભભાઈ, અનલભાઈ, હીના, ખુશ્બુના વડસાસુ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન શંકરલાલ શિવજી કતીરા કચ્છ ગામ માતાજીના નેત્રાવાળાના પુત્ર દિનેશ શંકરલાલ કતીરા હાલે ઘાટકોપરવાળાની ધર્મપત્ની અ. સૌ. ઉષા (ઉં.વ. ૬૮) તે સ્વ. હરીરામ રણછોડદાસ ચંદન કચ્છ ગામ મોટી વમોટીવાળાની પુત્રી મંગળવાર, તા. ૩-૯-૨૪ના રામશરણ પામેલ છે. મીતેષ, જયના માતાજી. પ્રિયંકા, શ્ર્વેતાના સાસુમા. નીલ, રીયાના દાદીમા. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૫-૯-૨૪ના ૪ થી ૬ પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
તરેડ નિવાસી, હાલ પાર્લા સ્વ. સવિતાબેન છોટાલાલ લવજી જોશીના પુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૬૭) તે ગીતાબેનના પતિ. વૈશાલીબેન કુલદીપકુમાર અરોરા, અંકુરભાઈના પિતાશ્રી. ઈચ્છાબેન શાંતિલાલ ભટ્ટના ભાઈ. વાઘનગર નિવાસી સ્વ. મણીશંકર ત્રિકમજી ભટ્ટના ભાણેજ. રમાબેન શાંતિલાલ મહેતાના જમાઈ તા. ૧-૯-૨૪, રવિવારના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૫-૯-૨૪, ગુરુવારના ૪ થી ૫.૩૦. ૩૬/૩૭, વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, નવપાડા, કમલાનગર, વિલેપાર્લા વેસ્ટ.
બાલાશિનોર દશાનિમા વણિક
નીશિથ રસિકલાલ કાપડીયા (ઉં. વ. ૬૯) રવિવાર, ૧-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે આશિતાના પતિ. સૌમિલ અને રિધ્ધીના પિતાશ્રી. નીકીતાના સ્વસુર. આરીન અને નયોમિના દાદા. સ્વ. રસિકલાલ કાપડીયાના સુપુત્ર. સ્વ. નીરંજનભાઈ મોદીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૫-૯-૨૪ના ૫.૩૦ થી ૭.૩૦ ભારતીય વિદ્યાભવન ચોપાટી. (લૌકિક વ્યવહાર બંધ છે).
લુહાર સુથાર
મૂળગામ ધંધુકા નિવાસી હાલ કાંદિવલીના ચીમનલાલ પોપટલાલ માવજી મિસ્ત્રી (સિદ્ધપુરા) (ઉં.વ. ૯૧) તે ૨/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કંચનબેનના પતિ. સ્વ. દિનેશ, યોગેશ, જયેશના પિતા. રૂપા, ગીતા, દીપાના સસરા. શીતલ, ભાવિની, મયુરી, હેમંત, જતીનના દાદા. સાસરાપક્ષે સ્વ. કાંતિભાઈ પરષોત્તમભાઇ મિસ્ત્રીના જમાઈ. પ્રાર્થનાસભા ૫/૯/૨૪ ગુરુવારના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
વાસાવડવાળા હાલ વસઈ પ્રવિણકુમાર પટેલ (ઉં.વ. ૬૯) તે સ્વ. કમળાબેન મગનલાલ પટેલના પુત્ર. સ્વ. જ્યોત્સનાબેનના પતિ. દર્શન, પૂજા, શ્રદ્ધા, અમૃતાના પિતા. ચિરાગ, અમર, મેહુલ, અંજલિના સસરા. સ્વ. દામોદરદાસ ગાંડાલાલ મહેતાના જમાઈ. ૧/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા ૫/૯/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ. વી રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠીયા વણિક
ખાગેશ્રીવાળા હાલ વસઈ પ્રભુદાસ નથુભાઈ શાહના સુપુત્ર નવીનચંદ્ર શાહ (ઉં.વ. ૬૩) ૩૦/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મનસુખભાઇ, સ્વ. જયંતીભાઈ, સ્વ. જયેશભાઇ, સ્વ. હરિભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. લક્ષ્મીદાસભાઈ, સ્વ. ભાનુમતિબેન, હીરાબેનના ભાઈ. રણછોડદાસ માવાણી, અજીતકુમાર હીરાચંદના સાળા. મુકેશ, દીપુ, દીપક, સચિન, મિલન, દિનેશના કાકા. નેહલ, હિતેષના મામા. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઇ ભાટિયા
ગં.સ્વ. ઉર્મિલાબેન વિજયકુમાર દાવલીયા (ઉં.વ. ૮૮) તે અ.સૌ. જાગૃતિબેન મયુર સંપટ તથા સ્વ. જયના માતુશ્રી. ત્રિકમદાસ લાલજી દાવલીયાના પુત્રવધૂ. પરસોતમ મોરારજી ગાંધીના દીકરી. તન્વી કુશ ઉદેશીના નાની. ૨/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
યોગીનભાઈ (ઉં.વ. ૬૯) સ્વ. ઇન્દીરા લક્ષ્મીદાસ હરીદાસ પોરેચાના પુત્ર. કલ્પનાબેનના પતિ. તે વિઘુતા ઉદય નાણાવટીના ભાઈ. ક્ધહાઇ અને રીમાના પિતા, સ્વ. ચંદ્રકાંત વસનજી અંજારીયાના જમાઈ. તા. ૨-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર, ૪-૯-૨૪ના ૪ થી ૬. – હિરાવતી હોલ, ટાગોર રોડ, પોદાર સ્કૂલ પાસે, સાંતાક્રુઝ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બસિયા જ્ઞાતિ
ગડાદર નિવાસી હાલ વાશી સ્વ. ગોદાવરીબેન તથા સ્વ. રેવાશંકર જેઠાલાલ પંડ્યાના પુત્ર કમલકાંત પંડ્યા (ઉં.વ. ૫૨) તે રમાબેનના પતિ. હીનલ, ઉર્મિલા અને કાર્તિકના પિતા. સખારામ ફોરેના જમાઈ. ચંદ્રકાન્તભાઈ, દેવકીબેન, ઉષાબેન, સ્વ. વિનોદભાઈ, સ્વ. રમણભાઈ, સ્વ. સુભાષભાઈ, સ્વ. હરેશભાઈ, અતુલભાઈના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫/૯/૨૪ના ગુરુવાર ૪ થી ૬. બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, સેન્ટ્રલ પાર્ક રોડ, નાલાસોપારા (પૂર્વ). લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સમાજ
ખંભાળા નિવાસી સ્વ. નટવરલાલ જટાશંકર કામદારના સુપુત્ર ચંદ્રકાંતભાઈ કામદાર હાલ વસઈ (ઉં. વ. ૭૩) તે કિરણબેન કામદારના પતિ. જીજ્ઞાબેન, જતિનભાઈ, હિરેનભાઈના પિતાશ્રી. વિધિબેન, યક્ષવીબેન અને કલ્પેશકુમાર મહેશભાઈ શુક્લના સસરા. કુશાગ્ર, ત્રિષા, વ્રિષ્ટી, વ્યાના, ટીયાનાના દાદાનાના. સાસરિયા પક્ષમાં સ્વ. ભાનુશંકર પ્રાણશંકર શુક્લના જમાઈ રવિવાર, ૧-૯-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૫-૯-૨૪ના ૪ થી ૬ વિશ્ર્વકર્મા એ.સી. હોલ, ગૅાઉન્ડ ફ્લોર, વીરસાવરકર નગર, વસઈ રોડ (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
વેરાવળ નિવાસી હાલ કાંદીવલી ભારતીબેન જયસુખલાલ ધંધુસરિયા (ઉં.વ. ૮૦) તે સ્વ. ભાનુમતી નરોત્તમદાસ દલાલના દીકરી. સ્વ. સમરતબેન જમનાદાસ ધંધુસરિયાના પુત્રવધૂ. ધવલભાઈ (નિષ્કામભાઈ) અને મીનલબેન પરેશભાઈ ધ્રુવના માતુશ્રી. વિજયભાઈ, જયશ્રીબેન દિલીપભાઈ ઝવેરીના બેન. નરેન્દ્રભાઈ, સ્વ. મનહરલાલના નાના ભાઈના પત્ની. પ્રવીણભાઈ, કાંતાબેન શશીકાંત, સ્વ. અરુણાબેન વિનોદરાયના ભાભી, શનિવાર, તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ના અક્ષરનિવાસી થયા છે. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના ૫ થી ૭. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કૂલની બાજુમાં યોગી નગર, બોરીવલી (વેસ્ટ).
કપોળ
સથરાવાળા સ્વ. પુષ્પાબેન પ્રાણજીવનદાસ મહેતાના પુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૭૩) તે તા. ૨-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે જયશ્રીબેનના પતિ. તે કાર્તિક, નિકીતાના પિતાશ્રી. ડોલી નિલેશભાઈ કાંબળેના સસરા. નરેન્દ્ર, હર્ષદ, અતુલ તથા વર્ષાબેન ભરતભાઈ વોરાના મોટાભાઈ. અમરેલીવાળા સ્વ. શ્રી કાન્તીલાલ હરિલાલ દેસાઈના જમાઈ. સર્વે પક્ષ તરફથી લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. શાંતાબેન હરિરામ પુરુષોત્તમ કતિરા ગામ કચ્છ કોઠારા હાલે મુલુંડવાલા જિતેન્દ્ર હરિરામ કતિરાના ધર્મપત્ની અ.સૌ. અરૂણાબેન (ઉં.વ. ૬૮) તા. ૨-૯-૨૪ને સોમવારના રામશરણ પામેલ છે. તે જીગર, સચિનના માતુશ્રી. વિદ્યાબેનના સાસુજી. માનવના દાદી. સ્વ. દમયંતીબેન કરસનદાસ વિસનજી ચોથાણીના પુત્રી. મહેન્દ્રભાઈના ભાઈની પત્ની. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૪-૯-૨૪ના ૫.૩૦ થી ૭. – પદ્માવતી બેન્કવેટ હૉલ, મહાત્મા ગાંધી રોડ, મુલુંડ વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ