નેશનલ

Jammu Kashmir માં ભાજપને આંચકો, RLD એકલા હાથે ચૂંટણી લડશે

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરની(Jammu Kashmir)વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મુશ્કેલી વધી શકે છે. જેમાં એનડીએમાં સામેલ પક્ષ જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ જમ્મુ કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે. જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળે યુપીમાં લોકસભા ચૂંટણી સાથે લડી હતી.

જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં આરએલડી અને ભાજપ અલગ થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે આરએલડી 15 થી 20 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી શકે છે. જેની માટે પાર્ટીના મહાસચિવ ત્રિલોક ત્યાગીએ 23 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તેમાં પાર્ટી અધ્યક્ષ જયંત ચૌધરી, યુપીમાં આરએલડીના બંને સાંસદ ચંદન ચૌહાણ અને છપૌલી સીટના ધારાસભ્ય રાજકુમાર સાંગવાનના નામ સામેલ છે.

જમ્મુ-કાશ્મીરમાં અમે કોઈની સાથે ગઠબંધન નહીં કરીએ

આરએલડીના મહાસચિવે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અમે કોઈની સાથે ગઠબંધન નહીં કરીએ. અમારી પાર્ટી ભાજપથી અલગ ચૂંટણી લડશે. આરએલડીની નજર એ બેઠકો પર છે જ્યાં ઓબીસી અને પછાત વર્ગના મતદારો મોટી સંખ્યામાં છે. આ સાથે પાર્ટીની નજર અહીંની મુસ્લિમ વોટબેંક પર પણ ટકેલી છે. રાષ્ટ્રીય લોકદળના પ્રવેશ બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની જશે.

આરએલડીના પ્રવેશથી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે

જમ્મુ-કાશ્મીરમાં એક તરફ કોંગ્રેસ ઓમર અબ્દુલ્લાની પાર્ટી એનસી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે તો બીજી તરફ ભાજપ ચૂંટણી લડી રહી છે. બંને વચ્ચે જોરદાર સ્પર્ધા હોવાનું મનાય છે. આ દરમિયાન મહેબૂબા મુફ્તીની પીડીપી, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી મેદાનમાં છે. આવી સ્થિતિમાં આરએલડીના પ્રવેશથી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે.

ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર કરાશે

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા સીટો પર દસ વર્ષ બાદ ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર 18 સપ્ટેમ્બરે મતદાન થશે. બીજા તબક્કામાં 26 વિધાનસભા બેઠકો પર 25 સપ્ટેમ્બર 2024ના રોજ મતદાન થશે. ત્રીજા અને છેલ્લા તબક્કામાં જમ્મુ-કાશ્મીરની 40 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button