અમેરિકાથી ભારત આવી પિતા-પુત્રની જોડી અને ગેટવે પર કર્યું કંઈક એવું કે…
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા પર જાત-જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક ફોરેનરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયા સ્ટાર અને અમેરિકાના ડાન્સિંગ ડેડ રિકી પોન્ડનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં રિકી પોન્ડ પોતાના દીકરા ડેલિન સાથે ફેમસ બોલીવૂડ સોંગ બન ઠન ચાલી પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા સામે બંને જણ ડાન્સ કરી રહ્યા છે. નેટિઝન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને મુંબઈના ડાન્સિંગ કોપ તરીકે પ્રખ્યાત અમોસ કાંબળેએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. વીડિયોમાં રિકી પોંડ પોતાના દીકરા સાથે ગેટવે ઓફ ઈન્ડિયાની સામે ઊભેલા જોવા મળે છે અને પછી તેઓ ડાન્સ કરવા લાગે છે. રિકી અને તેમના દીકરાની એનર્જી જોઈને નેટિઝન્સ એકદમ ઈમોશનલ થઈ ગયા છે.
રિકી પોન્ડ અને તેમના દીકરાની અને એકદમ પરફેક્ટ સ્ટેપ્સ જોઈને નેટિઝન્સ એકદમ રાજીના રેડ થઈ ગયા છે. કમેન્ટ સેક્શનમાં તો કમેન્ટ્સનું પૂર આવી ગયું છે. અનેક લોકોએ આ બાપ-દીકરાની જોડીનું મુંબઈમાં સ્વાગત કર્યું છે. બંનેને મુંબઈમાં જોઈને લોકોને ખૂબ જ આનંદ થયો હતો.
આ પણ વાંચો: આ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે 140ની સ્પીડે કાર ચલાવી, એકને ઠોકયો તો પણ કહે છે કે…
મુંબઈના જાણીતા ડાન્સિંગ કોપે આ મામલે કમેન્ટ કરતાં લખ્યું હતું કે તમે અમારા ભારતીય પરિવારના જ સદસ્ય છો એનો અમને આનંદ છે. ભારત તરફથી તમને ખૂબ ખૂબ પ્રેમ. બીજા એક યુઝરે લખ્યું છે કે આનંદ વહેંચવા માટે આભાર. તમે અને તમારો દીકરો આશ્ચર્યકારક ડાન્સર છો. મુંબઈમાં આનંદ માણજો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં રિકી પોન્ડના અનેક ફોલોવર્સ, ફેન્સ છે. સોશિયલ મીડિયા પર તે રીલ્સ બનાવીને ડાન્સના વીડિયો વગેરે શેર કરતાં હોય છે, જેમાં અનેક બોલીવૂડ સોન્ગ્સનો સમાવેશ થાય છે. હસતો ચહેરો અને બસ્ટ ડાન્સિંગને કારણે ભારતીયોને ખૂબ જ પસંદ છે.