ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ભારત શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરે નહીં તો….બાંગ્લાદેશના દિગ્ગજ નેતાએ આપી ચેતવણી…

ઢાકા: બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વ્યાપક વિરોધ પ્રદર્શન અને ત્યાર બાદ ફેલાયેલી હિંસા બાદ આવામી લીગ(Awami league)ની સરકાર પડી ભાંગી હતી, શેખ હસીના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી વિદેશ ભાગી ગયા હતા. અહેવાલો મુજબ શેખ હસીના પરિવાર સાથે ભારતમાં શરણ લઇ રહ્યા છે. હસીના અને તેના પરિવારજનો પર બાંગ્લાદેશમાં ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. એવામાં બાંગ્લાદેશમાં હસીનાના પ્રત્યાર્પણની માંગ (extradition of Sheikh Hasina) ઉઠી રહી છે.

આ પણ વાંચો : Shaikh Hasina યુકે માં આશ્રયના લે ત્યાં સુધી ભારતમાં રહે તેવી શક્યતા

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)ના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઈસ્લામ આલમગીરે (Mirza Fakhrul Islam Alamgir)કહ્યું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું પ્રત્યાર્પણ જરૂરી છે. તેમણે કહ્યું કે ભારતમાં હસીનાની હાજરીથી દ્વિપક્ષીય સંબંધો બગડી શકે છે.

નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હાલ મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર વહીવટ કરી રહી છે. મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ ગુરુવારે મોહમ્મદ યુનુસને રાજકીય પક્ષો સાથે શક્ય તેટલી વહેલી તકે સુધારા અને ચૂંટણીઓ પર વાતચીત કરવા વિનંતી કરી હતી. BNPને ચૂંટણીમાં જંગી જીતની આશા છે.

આ પણ વાંચો : ‘મને સત્તા પરથી હટાવવા અમેરિકાએ કાવતરું રચ્યું’ શેખ હસીનાનો મોટો આરોપ..

આલમગીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે BNP, જો સત્તામાં આવશે, તો અવામી લીગના શાસન દરમિયાન કરાયેલ વિવાદાસ્પદ અદાણી પાવર ડીલની તપાસ કરવામાં આવશે. કારણ કે તેના કારણે બાંગ્લાદેશના લોકો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે.

BNPના વરિષ્ઠ નેતા આલમગીરે જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે મજબૂત સંબંધો ઈચ્છે છે. તેમણે ખાતરી આપી કે તેમનો પક્ષ ભૂતકાળના મતભેદોને બાજુ પર રાખીને સહકારની નીતી આપવાનો અભિગમ અપનાવવા તૈયાર છે. તેમણે કહ્યું કે BNP બાંગ્લાદેશની ધરતી પર ભારતની સુરક્ષા વિરુદ્ધ કોઈપણ ગતિવિધિઓ નહીં થવા દે.

તેની સામે આલમગીરે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી. તેમણે કહ્યું કે હસીનાનું પ્રત્યાર્પણ ન કરવાથી ભારત-બાંગ્લાદેશના સંબંધો વધુ બગડી શકે છે. ભારતે શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી બાંગ્લાદેશી લોકોની ભાવનાઓનું સન્માન થાય.

આ પણ વાંચો : બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીના મહા મુસીબતમાં! હત્યાના 40 કેસ નોંધાયા

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારતની બાંગ્લાદેશ સાથે કુટનીતિ યોગ્ય નથી રહી. ભારતે બાંગ્લાદેશના લોકો અને અન્ય લોકો સાથે સંબંધો સ્થાપિત કરવાની જરૂર છે, એકલા અવામી લીગ સાથે નહીં. આલમગીરે કહ્યું કે જો BNP સત્તામાં આવશે તો તે ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા અને ભૂતકાળના મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કરશે.

BNP નેતાએ કહ્યું કે શેખ હસીના અને અવામી લીગ બંને બાંગ્લાદેશમાં ટીકાને પાત્ર છે અને તેમને સમર્થન આપવાથી ભારતની છબી વધુ ખરાબ થશે. તેમણે કહ્યું, “વર્તમાન સ્થિતિમાં, જો ભારત શેખ હસીનાને સમર્થન આપશે, તો તેનાથી બાંગ્લાદેશમાં ભારત પ્રત્યે રોષ વધશે.”

બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે હિંસાના મામલા અંગે આલમગીરે દલીલ કરી હતી કે લઘુમતીઓની સુરક્ષા બાંગ્લાદેશની આંતરિક બાબત છે અને હિંદુઓ પર હુમલાના અહેવાલો સ્પષ્ટ રીતે ખોટા છે કારણ કે મોટાભાગની ઘટનાઓ રાજકીય રીતે પ્રેરિત હતી.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…