ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
સિનેમામાં ઋતુના પ્રકાર
ફિલ્મો પર ઋતુનો અને મોસમ પર ફિલ્મોનો પ્રભાવ પહેલેથી પડતો આવ્યો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે વર્ષની ચાર ઋતુઓ હોય છે. ઠંડી, ગરમી, વરસાદ અને વસંત, પરંતુ ફિલ્મોમાં આ ચારેય ઋતુઓ જેવી દર્શાવવામાં આવે છે એવા જ આ મોસમ હોય એવું આવશ્યક તો નથી. ચાલો તો આપણે જોઈએ કે કેવા હોય છે ફિલ્મોમાં ઋતુઓના પ્રકાર-

રોમેન્ટિક વરસાદ, પાર્ટ-૧
ફિલ્મોમાં ચોમાસાની મોસમ એક જ વર્ષમાં કેટ કેટલી વાર આવતી હોય છે. કેટલીક વખત તો એક ચોમાસા બાદ તરત જ બીજું ચોમાસું આવી જતું હોય છે. આમાં પહેલાના ચોમાસાનો ઈરાદો અલગ હોય છે અને બીજા ચોમાસાનો ઈરાદો અલગ હોય છે. આ વાતને સમજવા માટે ચોમાસાની ઋતુને ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચીને સમજાવવામાં આવશે તો અનુકુળ રહેશે. રોમેન્ટિક વરસાદ, પાર્ટ ૧ આ વરસાદ ત્યારે પડે છે, જ્યારે નાયિકાનો પિયા પરદેશમાં ગયો હોય. આ વરસાદને જુન, જુલાઈ કે ઑગસ્ટ મહિનામાં જ પડવો જોઈએ એવું કોઈ બંધન હોતું નથી. આને માટે આવશ્યક છે કે પિયા પરદેશમાં ગયો હોવો જોઈએ. નાયિકા એકલી હોવી જોઈએ અને ત્યારે બને છે એક ધાંસુ ગીતની સિચ્યુએશન અને તમને સાંભળવા મળે છે એક હિટ ગીત.

રોમેન્ટિક વરસાદ, પાર્ટ-૨
રોમેન્ટિક વરસાદ, ભાગ-૨માં ચોમાસાનું ઘણું મહત્ત્વ હોય છે. આ વરસાદ નાયક અને નાયિકાનો પરિચય કરાવે છે. આમાં નાયિકા પોતાના ઘરથી દૂર અને નાયકના ઘરની આસપાસ હોય છે. અચાનક રોમેન્ટિક વરસાદ પાર્ટ-૨ શરૂ થઈ જાય છે. નાયિકા ભીંજાઈ જાય છે અને સારી એવી ભીંજાઈ ગયા પછી નાયિકા એ દિશામાં આગળ વધે છે, જ્યાં નાયક પોતે ઊભો હોય છે અથવા તો નાયકનું ઘર નજીકમાં હોય છે. બંનેની મુલાકાત થાય છે અને રોમેન્ટિક વરસાદ, પાર્ટ-૨ પોતાનું કામ પૂરું કરીને બંધ થઈ જાય છે. નાયકને નાયિકા સાથે પ્રેમ થઈ જાય છે. નાયિકા પોતાનું સરનામું આપ્યા વગર જતી રહે છે. નાયક પછી ગીત ગાય છે કે ‘જિન્દગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત’ અથવા પછી ‘એક લડકી ભીગી ભાગી સી, સોઈ રાતોંમેં જાગી સી.’ રોમેન્ટિક વરસાદ પાર્ટ-૨ એક વખત વરસીને પોતાનું કામ કરી નાખે છે અને આગળ નાયકનું નસીબ અને નાયિકાની મરજી.

રોમેન્ટિક વરસાદ, પાર્ટ-૩
રોમેન્ટિક વરસાદ, પાર્ટ-૩ ઘણી શરારતી હોય છે. તે પહેલેથી પરિચિત પરંતુ એકબીજાની નજીક ન આવેલા નાયક-નાયિકાને એકબીજાની નજીક લાવવાનું કામ કરે છે. એક જ છત્રીમાં લઈ આવે છે. જે પહેલેથી એકબીજાની નજીક હોય તેમને એકબીજાની વધુ નજીક લાવવાનું કામ કરે છે. ડુએટ ગીત ગાવા માટે મજબૂર કરી નાખે છે ‘આજ રપટ જાએં તો હમેં ના બચઈઓ’ અને જે ડુએટ ગીત ગાઈ ચૂક્યા હોય છે તેમને મોં કાળું કરવા માટે પ્રેરિત કરે છે. અન્ય ગોટાળાઓની જેમ હવે ચોમાસા વાળો મામલો પણ સીબીઆઈને સોંપી દેવો જોઈએ કે વરસાદના સ્વભાવમાં વાસ્તવમાં આવા સમાજવિરોધી તત્વો છે કે પછી નાયક વરસાદના બહાને પોતાની રોટલી શેકી રહ્યો છે. મને તો એવું લાગે છે કે નેતાઓના ગોટાળાના સમાચારો સાંભળી સાંભળીને આપણો નાયક પણ ભ્રષ્ટ થઈ ગયો છે. ગોટાળો પોતે કરે છે અને આરોપ વરસાદ પર નાખી દે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button