અમદાવાદમાં સિઝનનો સૌ ટકા વરસાદ નોંધાયોઃ છેલ્લા છ દિવસમાં 40 ટકા વરસાદ વરસ્યો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં છેલ્લા છ દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
અમદાવાદ શહેરમાં 24મી ઓગસ્ટ સુધીમાં 19.29 ઈંચ સાથે સરેરાશ 60 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ અત્યાર સુધીમાં 32.12 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગત વર્ષે અમદાવાદ શહેરને સિઝનના 100 ટકા વરસાદ નવેમ્બર મહિનાના અંત સુધીમાં નોંધાયો હતો
આ પણ વાંચો: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
શહેરમાં ઝોન પ્રમાણે સીઝનનો વરસાદ
અમદાવાદ શહેરમાંથી ચોમાસાની વર્તમાન સિઝનમાં નરોડામાં સૌથી વઘુ 53 ઈંચ, મણિનગરમાં 44 ઈંચ, ઓઢવમાં 39.56 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. બીજી તરફ અમદાવાદ જિલ્લામાં હજુ સુધી સરેરાશ 23.50 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં ધોળકામાં સૌથી વઘુ 33 ઈંચ, અમદાવાદ શહેરમાં 32.71 ઈંચ, ધંઘુકામાં 26.65 ઈંચ, બાવળામાં 26.25 ઈંચ, દસ્ક્રોઇમાં 23.30 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
ગત વર્ષે અમદાવાદ શહેરને સિઝનના 100 ટકા વરસાદ માટે નવેમ્બર મહિનાના અંત સુધી રાહ જોવી પડી હતી. જેની સરખામણીએ આ વખતે વહેલા સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થયો છે.