જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ઝોબાળા નિવાસી હાલ મલાડ સ્વ. રતીલાલ દીપચંદ જોબાલિયાના સુપુત્ર. સ્વ. પંકજભાઇના ધર્મપત્ની અંજનાબેન (ઉં.વ. ૬૫) તા. ૨૮-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. રીશીત, તેજલના માતુશ્રી. રીના, મેહુલભાઇ દાદભાવાલાના સાસુ. સ્વ. કિશોરભાઇ, કીર્તિભાઇ, મનહરલાલ શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
બોટાદ નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. કસ્તુરીબેન અમૃતલાલ ગોપાણીના પુત્રવધૂ. સ્વ. ગુણવંત ગોપાણીના ધર્મપત્ની પ્રિયંવદાબેન ગોપાણી (ઉં. વ. ૮૮) તા. ૨૮-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે તુષાર, તેજલની માતા. હેમાંગિની, કેયુરભાઇના સાસુ. સસુર પક્ષે સ્વ. નિર્મળાબેન ઇંદુલાલ શાહ તથા સ્વ. યશવંતિકાબેન નરેન્દ્ર શાહના ભાભી. વઢવાણ નિવાસી સ્વ. કમળાબેન દલીચંદભાઇ તે વંદનભાઇ દલીચંદ ગોસળીયાની પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના વસંતલાલ મગનલાલ વેરશી ગડા (ઉં.વ. ૭૩) તા. ૨૪/૮/૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. સ્વ. પાનબાઈ મગનલાલ વેરશીના સુપુત્ર. સ્વ. અમૃત, સ્વ. ઠાકરશીના ભાઈ. કોડાયના જેઠીબાઇ કાનજીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. સરનામુ: લિનેશ ગડા, પેપર ફરીયો, રાયણ મોટી, તા. માંડવી, પીન-૩૭૦૪૬૫.
નાની ખાખરના માતુશ્રી ઝવેરબેન નાનાલાલ ગડા (ઉં.વ. ૮૦) તા. ૨૭/૮ના કચ્છમાં અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ખીમજી ચનાના પુત્રવધૂ. નાનાલાલના પત્ની. ઉષય, દીપા, વર્ષાના માતુશ્રી. કાંડાગરા ચાંપઇ મા દેવજી દનાના સુપુત્રી. રસિક, ના. ભાડીયા ધનવંતીબેન વલ્લભજી, મો. ખાખર લક્ષ્મીબેન પ્રેમજી, બિદડા કસ્તુરબેન કેશવજી, ના. ભાડિયા લીલાવંતીબેન મોરારજીના બેન. પ્રા. શ્રી વ. સ્થા. જૈન. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર વે., ટા. ૨ થી ૩.૩૦.
ભુજપુર હાલે અમદાવાદના ભાવનાબેન હસમુખ મોતા (ઉં.વ. ૬૯) તા. ૨૪-૮-૨૪ના અવસાન પામેલ છે. હસમુખ ખીમજીના ધર્મપત્ની. સ્વ. ઝવેરબેન ખીમજી દેવશી, સ્વ. પ્રભા રામજી રવજી મોતાના પુત્રવધૂ. કાજલ પ્રકાશ, કુંજલ ચંપક, મોનિકા, જીગરના માતા. સ્વ. વસંતબેન કાંતિલાલ કાપડિયાના સુપુત્રી. સ્વ. મધુ પ્રવીણ નોતરીયા, સ્વ. દિનેશ, રીટા દિલીપ, સ્વ. રાજેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રસ: હસમુખ ખીમજી મોતા, ડી/૧૨૦૪, ઓર્ચિડ પેરેડાઈઝ, સફલ પરીસરની સામે, સાઉથ બોપલ, અમદાવાદ-૫૭.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ શહેર નિવાસી હાલ કાંદિવલી સ્વ. સવિતાબેન નગીનદાસ ડુંગરશી દોશીના સુપુત્ર રાજેશભાઈ (ઉં.વ. ૬૪) તે છાયાબેનના પતિ. કિંજલ ભાવિન વકીલ, ધ્વનિ નૈતિક સાવલાના પિતા. સ્વ. હેમલત્તાબેન કનૈયાલાલ ગાંધી, જ્યોતિબેન ભુપેન્દ્રભાઈ શાહ, ઉમાબેન પંકજકુમાર સંઘવીના ભાઈ. સ્વ. સવાઈલાલ પાનાચંદ વોરાના જમાઈ, તા. ૨૮-૮-૨૪ના બુધવાર અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રશ્મિકાંત (બટુકભાઇ) જયંતિલાલ પારેખના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૯૨) જે સ્વ. ત્રિભુવનભાઇ વિરજીભાઇ હેમાણીના પુત્રી. સ્વ. રમણિકભાઇ, સ્વ. મનહરભાઇ, નિલાબેન રમણિકલાલ દોશીના બહેન. સ્વ. વાડીભાઇ તેમ જ સ્વ. બચુભાઇ દલાલના ભાણેજ. સ્વ. નિર્મળાબેન મોરારજી શાહ, જસવંતભાઇ, શિશિરભાઇ, યોગેશભાઇ પારેખના ભાભી તા. ૨૮-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.